શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (18:20 IST)

યોગ દિવસથી દેશના 18+ નાગરિકોને મોદીની ભેટ, મફત મળશે કોરોના વેક્સીન

કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારની સાંજે મોટુ એલાન કર્યુ છે. યોગ દિવસ એટલે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના બધા લોકોને ભારત સરકાર દ્વારા મફત વેક્સીન લગાવવામાં આવે. પીએમ મોદીએ એલાન કર્યુ કે રાજયો પાસેથી વેક્સીનેશનનુ કામ પરત લેવામાં આવે અને હવે કેન્દ્ર સરકાર જ આ કામ કરશે. 
 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વેક્સીનના 50 ટકા કામ કેન્દ્ર સરકાર, 25 ટકા રાજ્ય સરકાર અને 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હાથમાં હતુ. હવે વેક્સીનનો 75ટકા ભાગ કેન્દ્ર સરકાર અને બાકી ભાગ પ્રાઈવેટ સેક્ટરને મળશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશની કોઈપણ રાજ્ય સરકારને વેક્સીન પર કશુ પણ ખર્ચ નહી કરવો પડે. અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત એક્સીન મળી છે. હવે 18 વર્ષની આયુના લોકો પણ તેમા જોડાય જશે.  બધા દેશવાસીઓ માટે સરકાર જ મફત વેક્સીન પુરી પાડશે. 
 
પ્રાઈવેટ હોસ્પિટલોમાં ચાલુ રહેશે વેક્સીનેશન 
 
પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકે એ વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ, વેક્સીનની નિર્ધારિત કિમંત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની પર નજર રાખવાનુ કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે. 
 
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કોરોનાની બીજી લહેર સાથે દેશની લડાઈ ચાલુ છે. દુનિયાના અનેક દેશોની જેમ ભારત પણ ખૂબ મોટી પીડામાંથી પસાર થયુ છે. પીએમ મોદીએ કહ્યુ કે અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા છે આવામાં બધા પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. 
 
કોરોના વેક્સીનને લઈને જન્મી રહેલ ધારણાઓને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કોઈપણ કોઈ અફવામાં ન આવે અને નિવેદનો પર ન જાય. દરેક કોઈ વેક્સીન લગાવે. સમાજના પ્રબુદ્ધજન સામાન્ય લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરે. 
 
નવેમ્બર સુધી મળશે મફત કરિયાણુ 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે એક મોટુ એલાન કર્યુ. હવે નવેમ્બર 2021 સુધી દેશના 80 કરોડ લોકોને મફત કરિયાણુ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ આવી જ સ્કીમ ચલાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી સંકટ થયુ છે. આવામાં હવે સરકર ફરી આ સ્કીમ લાવી રહી છે. 
 
100 વર્ષમાં આવુ સંકટ નથી આવ્યુ 
 
પીએમ મોદીએ કહ્યુ કે આવી મહામારી 100 વર્ષમાં આવી નથી. દેશને દરેક મોરચે લડાઈ લડવી પડી છે. છેલ્લા દોઢ વર્ષમાં હેલ્થકેયર સ્ટ્રક્ચરને વધારવામાં આવ્યુ. મેડિકલ ઓક્સીજનની આટલી કમી ક્યારેય નથી થઈ. સેનાની ત્રણેય ટુકડીઓને લગાવાઈ અને દુનિયાના દરેક ખૂણેથી જે લાવી શકાતુ હતુ તે કરવામાં આવ્યુ.