મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (12:09 IST)

રાજકોટમાં હાર્દિકની જંગી સભા, લાખોની જનમેદની વચ્ચે સરકાર પર આકરા પ્રહારો

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં બુધવારે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ચૂંટણી અધિકારી તરફથી સભાની મંજૂરી મળી નથી છતાં સભા થશે તેવી મક્કમતા પાસે કરી હતી. હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું કે, આજે મને અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની યાદ અપાવી દીધી. અમે હવે કોઇ મંજૂરીથી ડરતા નથી.

અહીં ભાઇશ્રી આજે મોરબીમાં હતા. અમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે ત્રાસવાદી નથી. મહાક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની જશે અને પાટીદારોના પ્રશ્નો હલ થશે તેવું નથી, એક વખત શક્તિ દેખાડવી જરૂરી છે. જ્યારે હાર્દિકની સભાનો વિરોધ કરવા નીકળેલા 33 શખ્સની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, ગુજરાતમાં મને એક જગ્યાએ વિકાસ દેખાડો તો આંદોલન બંધ કરી નાખીશ. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતને કોઇ જાતિ સાથે સરખાવાની જરૂર નથી. ભાજપ બે દાયકાથી સત્તા પર છે. પરંતુ યુવાનો સરકારી ભરતીમાં 200માંથી 180 માર્કસ લાવે તો તેને કોલલેટર મળતો નથી. જે સમાજ હક્ક માગે તેને સરકાર ગોળી અને લાઠી આપે છે.

હવે પરિવર્તન માટેનો સમય આવી ગયો છે. હાર્દિકે સભામાં વધુ જણાવ્યું હતું કે, સમાજમાં ભાજપે ભાગલા પડાવ્યા, અમે સતા પહોંચ્યા છતાં અધિકારીની વાત કરી તો પણ અત્યાચાર કર્યો છે. નિર્દોષ યુવાનો પર કેસ કર્યા. કોંગ્રેસનો એજન્ટ કહેતા હોય તો છીએ. કારણ કે અમે ત્રાસવાદને તો સપોર્ટ કરતા નથી.