રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 3 નવેમ્બર 2017 (19:29 IST)

અહેમદ પટેલને ત્રાસવાદના મુદ્દે બદનામ કરવાની ચેષ્ઠા ના કરવી જોઈએ - વાઘેલા

હાંસોટ તાલુકા કુડાદરા ગામ ખાતે શોકસભામાં હાજરી આપીને  શંકરસિંહ વાઘેલાએ ભરૂચ જિલ્લાનાં હોદ્દેદાર તેમજ માલધારી સમાજનાં લોકો સાથે ટૂંકી મુલાકત કરી હતી. તો અહમદ પટેલને ત્રાસવાદ મુદ્દે બદનામ ન કરવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય રતનજીભાઈ પટેલનું તાજેતરમાં હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું, ત્યારે ભાજપમાં થયેલા હજૂરિયા-ખજૂરિયા વખતે બાપુનો સાથ આપી

તેમની રાજપા સાથે જોડાયેલા સ્વ. રતનજી પટેલના હાંસોટ તાલુકા કુરાદરા ખાતે તેમના નિવાસ્થાને શોકસભામાં હાજરી આપી હતી ત્યાંથી અંકલેશ્વર ખાતે જિલ્લાના હોદ્દેદારો સાથે તેમજ જનતાનગર ખાતે માલધારી સમાજ આગેવાનોની મુલાકાત લીધી હતી અને તેમની જોડે ચર્ચા કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં આતંકી કાસીમ સરદાર પટેલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતો હોય અને હોસ્પિટલને ટાર્ગેટ કરીને રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ સામે  રાજ્ય સરકાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી,અને જણાવ્યુ હતુ કે ત્રાસવાદ તેની જગ્યાએ છે, તેમાં રાષ્ટ્રહિતવાળા અહમદ પટેલને સંડોવીને બદનામ કરવા ન જોઈએ, જે ત્રાસવાદી છે તેમની સામે કડક કાર્યવાહી થવી.