સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2022
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (17:14 IST)

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ `૧૨,૦૨૪ કરોડની જોગવાઈ

રાજ્યની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પરિવહનની સુયોજિત અને સુદૃઢ વ્યવસ્થા અનિવાર્ય છે. છેલ્લાં બે દશકમાં રાજ્ય ધોરીમાર્ગો તેમજ ગ્રામ્ય રસ્તાઓમાં વિસ્તૃતિકરણ અને સુદૃઢીકરણ માટે થયેલા કામોને પરિણામે રાજ્યમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરના રસ્તાઓનું નેટવર્ક પથરાયેલ છે. આ ગતિને વધુ વેગ આપી અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓના વિકાસ માટે અમારી સરકાર આયોજન કરી રહેલ છે.  હાલમાં રાજ્યમાં `૨૩ હજાર કરોડના જુદા જુદા રસ્તાઓનાં કામો પ્રગતિ હેઠળ છે. ઉત્તરોત્તર વિકાસને વરેલી અમારી સરકાર દ્વારા આગામી વર્ષમાં અંદાજે `૧૦ હજાર કરોડના રસ્તાઓના કામો હાથ ધરવાનો નિર્ણય કરેલ છે.         
પ્રગતિ હેઠળનાં કામો   
ર૦૧ કિલોમીટરના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને `૩૩પ૦ કરોડના ખર્ચે 
છ-માર્ગીય  કરવાની કામગીરી.
મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૮૩૦ કિલોમીટરના ૪૯ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની `૨૮૦૧ કરોડની કામગીરી.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૧૭૫૦ કિલોમીટર અને  મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૪૫૦૦ કિલોમીટર લંબાઇના ગ્રામ્ય રસ્તાઓ અને ૨૦૦ જેટલા પુલો માટે જોગવાઇ `૨૨૦૮ કરોડ.
૭૯ રસ્તાના અનુભાગોની ૧૨૫૩ કિલોમીટર લંબાઈને ૭ કે ૧૦ મીટર પહોળા કરવાની `૧૫૩૭ કરોડની કામગીરી.
સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે. 
વિશ્વબેન્ક સહાયિત યોજના અંતર્ગત મહેસાણા-પાલનપુર રાજ્ય ધોરીમાર્ગની ફ્લાયઓવર સહિત  છ-માર્ગીયકરણની `૫૭૦ કરોડની કામગીરી. 
ગાંધીનગર-કોબા-હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્થાન સર્કલ પર `૧૩૬ કરોડના ખર્ચે એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રિજ તેમજ રક્ષાશક્તિ સર્કલ પર `પ૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજના કામો.
રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે:
ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર ઉપર આવતા તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો ઉપર `૪૧૦૦ કરોડના ખર્ચે ૭૮ રેલ્વે ઓવરબ્રીજની કામગીરી. 
રાજ્યમાં ૧ લાખ કરતા વધારે ટી.વી.યુ. ધરાવતા રેલ્વે ક્રોસીંગો ઉપર 
`૫ હજાર કરોડના ખર્ચે ૧૦૦ ઓવરબ્રીજની કામગીરી. 
પી.એમ. ગતિશકિત અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇક્વીટી ફાળા માટે જોગવાઇ `૧૮૭૦ કરોડ.  
બગોદરા-તારાપુર-વાસદ રસ્તાની ૧૦૧ કિલોમીટરની લંબાઇને `૧૬૫૪ કરોડના ખર્ચે છ-માર્ગીકરણની કામગીરી પૂર્ણતાના આરે.   
નવા કામો 
દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા `૨૪૪૦ કરોડનું આયોજન જે પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ `૨૪૪ કરોડ.
આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો બનાવવા જોગવાઇ `૧૦૫ કરોડ. 
સુરત ખાતે બહુમાળી વહીવટી ભવનમાં રાજ્ય સરકારની કચેરીઓને કાર્યાન્વિત કરવા ઓફિસ સ્પેસ પેટે જોગવાઇ `૧૦૦ કરોડ.
આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરને જોડતા ૧૦ મીટર પહોળા અને ૨૧૮ કિલોમીટર લંબાઇના રસ્તાને વિકસાવવા માટે `૧૬૭૦ કરોડનું આયોજન જે પૈકી આ વર્ષે પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ `૯૦ કરોડ. 
ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી પર `૪૦૦ કરોડના ખર્ચે ૨ કિલોમીટર લંબાઇનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર. 
વઘઇ-સાપુતારા રસ્તાની ૪૦ કિલોમીટર લંબાઇને અંદાજિત `૧૨૦૦ કરોડના ખર્ચે ચાર-માર્ગીય કરવાનું આયોજન.
ઉભરાટ ખાતે સુરત અને નવસારી જિલ્લાને જોડતા `૩૦૦ કરોડની કિંમતના નવીન પુલની કામગીરીનું આયોજન.