રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2022 (12:55 IST)

તો.... આ કારણે દિવાળી પછી જાહેર થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

gujarat election
ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે અગાઉ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર થવાની સંભાવના હતી પરંતુ તેમ થયું નહીં. હવે દિવાળી પછી રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી, જોકે હવે આ તારીખો નવેમ્બર મહિનાની શરુઆતમાં જાહેર કરાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

રાજ્યમાં આઇએએસ અધિકારીઓની બદલીની કાર્યવાહી પૂર્ણ નથી થઈ ત્યારે ગુજરાતમાં ચૂંટણી દિવાળી પછી જ જાહેર થશે.ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા ડીએમ, એસપી અને એસએસપી જેવા અધિકારીઓની બદલીનું કામ પૂર્ણ થયું નથી. આ બેજવાબદારીના કારણે ગુજરાત સરકાર પર ચૂંટણી પંચે કડક વલણ દાખવ્યું છે.ચૂંટણીની તૈયારીઓને જોતા વહીવટી અધિકારીઓની ફરજિયાત અને યોગ્ય બદલીના આદેશ અંગેનો અહેવાલ રજૂ ન કરવા મામલે જવાબ માંગવામાં આવ્યો છે.

ઇલેક્શન કમિશને ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં 1 ઓગસ્ટના પત્રનો ઉલ્લેખ કર્યો હતો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીની શરતોનું અનુપલાંનો રિપોર્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં સોંપવાનો હતો. અત્યાર સુધી રિપોર્ટ કેમ દાખલ કરવામાં આવ્યો નથી? તેનો નજવાબ પણ માંગવામાં આવ્યો છે.જ્યારે ચૂંટણી પંચે 19 ઓક્ટોબરે એક રિમાઇન્ડર લેટર પણ મોકલ્યો છે. પરંતુ સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. ચૂંટણી પંચે આ બેદરકારીનું કારણ પણ જણાવવાનું કહ્યું છે. કમિશને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને વિલંબ કર્યા વિના તાત્કાલિક અનુપાલન અહેવાલ દાખલ કરવા  જણાવવામાં આવ્યું છે.