Bank Holidays: આ અઠવાડિયે 3 દિવસ બેંક રહેશે બંધ, બ્રાંચ જતા પહેલા નોંધી લો આ તારીખ
ભારતીય રિઝર્વ બેંક દર નાણાકીય વર્ષની શરૂઆતમાં બેંક રજાઓની યાદી બહાર પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર બેંકની રજાઓની માહિતી અપલોડ કરવામાં આવે છે. આ બેંક રજાઓ રાજ્યો અને શહેરોના તહેવારો અને સરકારી દિવસો પર આધારિત છે. તે જ સમયે, દેશભરની બેંકોમાં કેટલીક રજાઓ લાગુ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ બેંક રજાઓની યાદી અનુસાર આગામી સપ્તાહે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે.
9મી, 14મી અને 15મી મેના રોજ બેંકમા રજાઓ
9મી મે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિને કારણે પશ્ચિમ બંગાળમાં બેંક રજા છે. બીજી તરફ, 14 મેના રોજ બીજો શનિવાર અને 15 મે રવિવાર હોવાના કારણે દેશભરમાં બેંકોમાં રજા રહેશે. આ દિવસોમાં પશ્ચિમી બેંકોની શાખાઓ બંધ રહેશે. જો કે, તમે બેંકિંગ વ્યવહારો માટે ઓનલાઈન બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકશો. સાથે જ તમામ એટીએમ પણ કાર્યરત રહેશે