31 મે - PAN CARD અરજી માટે આજે છે અંતિમ દિવસ નહી તો ભરવો પડશે દંડ
ગયા નાણાકીય વર્ષમાં જે લોકોએ 2.5 લાખથી વધુ રૂપિયાની લેવડદેવડ કરી છે તેમને 31 મે પહેલા પૈન કાર્ડની અરજી કરવી પડશેે તેમા બિન વ્યક્ત્તિગત શ્રેણીનો પણ સમાવેશ છે આવુ ન કરતા આવકવેરા વિભાગની તરફથી દડની જોગવાઈ છે અને તમને 10,000 રૂપિઆ સુધીનો દંડ ભરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આવકાવેરા વિભાગે આ માટે પહેલાથી જ સમય સીમા રજુ કરી હતી.
નવા PAN CARD બનાવનારાઓ માટે આવકવેરા વિભાગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ મુજબ હવે પૈન કાર્ડ એપ્લાય કરવા માટે માતા-પિતાના જુદા થવાની સ્થિતિમાં પિતાનુ નામ આપવા જરૂરી નથી. આવકવેરા વિભાગના એક અધિસૂચના દ્વારા આવકવેરા નિયમોમાં ફેરફારની વાત કરી છે.
કોણ કરશે અરજી
એવી કંપની, ટ્રસ્ટ એલએલપી, હિંદ અવિભાજીત પરિવાર વગેરે જે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં પૈન કાર્ડ વગર જ વેપાર કરી રહ્યા છે અને જેમનુ વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ રૂપિયાથી વધુનુ છે તેમને 31 મે પહેલા PAN CARD માટે અરજી કરવી પડશે. આવુ નહી કરવામાં આવે તો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)10 હજાર રૂપિયાનો સુધીનો દંડ લગાવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ 5 ડિસેમ્બર 2018ના રોજ આ વિશે નોટિફિકેશન રજુ કરી હતી. નોટિફિકેશનમાં 31 મે અંતિમ દિવસ નક્કી થયો હતો. નોટિફિકેશને જણાવ્યુ કે આ કંપનીઓ, ટ્રસ્ટ વગેરેના નિદેશક, પાર્ટનર, ટ્રસ્ટી, સંસ્થાપક, કર્ત અને સીઈઓ પાસે જો પૈન કાર્ડ નથી તો તેમને પણ આ માટે અરજી કરવી પડશે.