રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2020 (11:48 IST)

YES BANK - આજથી ફરીથી મળવી શરૂ થશે બેંકની બધી સુવિદ્યાઓ, SBI 3 વર્ષ સુધી એક પણ શેયર નહી વેચે

યસ બેંકે મંગળવારે એક પ્રેસ કૉંફ્રેસ કરી. જેમા બેંકે કહ્યુ કે અત્યાર સુધી ફક્ત 1/3 ગ્રાહકોએ 50 હજાર રૂપિયા કાઢ્યા છે. બેંકે કહ્યુ કે બુધવારે એટલે કે 18 માર્ચથી બધી સેવાઓ શરૂ થઈ જશે.  યસ બેંકે કહ્યુ કે તેના એટીએમ, બ્રાંચમાં જરૂર મુજબ પૈસા છે. બેંકને વધુ બહારી લિકવિડીટીની પણ જરૂર નથી. બેંકે પ્રેસ કૉન્ફ્રેંસમાં કહ્યુ કે ગ્રાહકોની શંકાઓનુ સમાધાન કરવામાં આવ્યુ છે. 
 
ડૂબવાને આરે આવેલી યસ બૅન્ક આજે સાંજથી ફરીથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે અને 50,000ની ઉપાડની મર્યાદા પણ હઠાવી દેવાશે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ યસ બૅન્ક બુધવારે સાંજે 6 વાગ્યાથી સંપૂર્ણ ઍક્ટિવ થઈ જશે.
 
ગત 14 માર્ચે યસ બૅન્ક મામલે મોદી સરકારની કૅબિનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કૅબિનેટે યસ બૅન્કના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી હતી. કૅબિનેટની મંજૂરી બાદ નેશનલાઇઝડ બૅન્ક એસબીઆઈ અને ખાનગી બૅન્કો રોકાણ માટે સામે આવી છે. જે ચાર બૅન્કોએ યસ બૅન્કમાં રોકાણની જાહેરાત કરી છે, તેમાં ICICI બૅન્ક, HDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને કોટક બૅન્કનું નામ સામેલ છે.
 
અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે યસ બૅન્કને સંકટમાંથી કાઢવા માટે તીવ્ર ગતિએ કામ ચાલી રહ્યું છે. પહેલાં તેની કૅપિટલ 1100 કરોડ હતી, જે હવે વધારીને 6200 કરોડ કરી દેવામાં આવી છે. 5 માર્ચે આરબીઆઈએ યસ બૅન્કનું બોર્ડ બરખાસ્ત કરી 50,000ની મર્યાદા લાગુ કરી હતી.