રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2024 (11:16 IST)

GST Day 2024 પર જાણો જીએસટી કાયદા સાથે જોડાયેલા રોચક તથ્ય

વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી(Goods and sarvice Tax)ભારતમાં એક અપ્રત્યક્ષ કર પ્રણાલી છે જે વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ પર લાગૂ થાય છે. દર વર્ષે 1 જુલાઈના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ કર સુધારના અમલીકરણનો ઉત્સવ ઉજવવા માટે જીએસટી દિવસ ઉજવાય છે. 
 
ભારતમાં જીએસટી દિવસ શુ છે 
જીએસટી ભારતમાં એક અપ્રત્યક્ષ અને વ્યાપક કર છે જે ભારતમાં વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ પર લગાવવામાં આવે છે. (પેટ્રોલિયમ, માદક પીણા અને સ્ટમ્પ ડ્યુટીના અપવાદ સાથે) તેમા વૈટ, સેવા કર અને ઉત્પાદ શુલ્ક જેવા અનેક ઘરેલુ અપ્રત્યક્ષ કર સામેલ છે. 
 
તેનુ અમલીકરણ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી મોટો કર સુધાર માનવામાં આવે છે અને આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના ઉપલક્ષ્યમાં જીએસટી દિવસ ઉજવાય છે. 
 
જીએસટી દિવસની તારીખ અને મહત્વ 
જીએસતી દિવસ ભારતમાં જીએસટીનુ અમલીકરણની વર્ષગાંઠને ચિહ્નિત કરવા માટે ઉજવાય છે. જીએસટી 1 જુલાઈ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યુ હતુ અને ત્યારથી દર વર્ષે 1 જુલાઈના રોજ જીએસટી દિવસ ઉજવાય છે. 
 
જીએસટી દિવસની શરૂઆત કોણે કરી ?
2017માં જીએસટીના પહેલા વર્ષમાં સફળ અમલીકરણે આ અભૂતપૂર્વ કર સુધારમાં સક્રિય રૂપથી ભાગ લેવા માટે ભારતીય કરદાતાઓની ઈચ્છાને પ્રદર્શિત કર્યુ. પરિણામસ્વરૂપ કેન્દ્ર સરકારે 1 જુલાઈના રોજ જીએસટી દિવસના રૂપમાં નામિત કર્યુ. 
 
પહેલો જીએસટી દિવસ ક્યારે ઉજવાયો ?
જીએસતી દિવસ સમારંભનુ ઉદ્દઘાટન 1 જુલાઈ 2018ના રોજ કરવામાં આવ્યુ. જે કર પ્રણાલીનુ અમલીકરણના એક વર્ષ પુરા થવાનુ પ્રતીક છે. 
 
જીએસટી કાયદાને લાગૂ કરવા વિશે રોચક તથ્ય 
 
 - ફ્રાંસ જીએસટી પ્રણાલી લાગૂ કરનારો પહેલો દેશ હતો 
- કનાડાની જીએસટી પ્રણાલી ભારતમાં જીએસટી પ્રણાલીની નીવનુ કામ કરે છે 
- અટલ બિહરી વાજપેયીને મુખ્ય રૂપે જીએસટીના જનકના રૂપમાં ઓળખવામાં આવે છે. 
- નવી અપ્રત્યક્ષ કર પ્રણાલીનો વિચાર 1999માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો અને તેને મંજુરી આપવામાં આવી. 
- જીએસટી કાયદા હેઠળ આંતરરાજીય આર્પૂર્તિ પર સીજીએસટી(કેન્દ્રીય કર)અને એસજીસટી/યૂટીજીએસટી (રાજ્ય કર/સંઘ રાજ્ય ક્ષેત્ર કર) લગાવવામાં આવે છે અને આંતરરાજીય આપૂર્તિ પર આઈજીએસટી (એકીક્ર્ત જીએસટી) લગાવવામાં આવે છે. 
 
અમિતાભ બચ્ચન જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે. 
 ભારતીય જીએસટી પ્રણાલી હેઠળ કરના દર 5%, 12%, 18% અને 28% છે.  જો કે શૂન્ય રેટેદ સામાન અને સેવાઓ પણ છે.  સાથે જ સોના અને હીરા જેવી ઉચ્ચ મૂલ્યવાળી વસ્તુઓ માટે વિશેષ દર પણ લગાવવામાં આવે છે. 
 
જીએસતી પર ઉદ્ધહરણ 
 
ટીમ્ ઈંડિયાનુ શાનદાર પગલુ, બદલાવની દિશામાં શાનદાર પગલુ, પારદર્શિતાની દિશામાં શાનદાર પગલુ આ છે જીએસટી - પીએમ મોદી 
 
- જીએસટી સહકારી સંઘવાદનુ એક ઉદાહરણ છે - પીએમ મોદી 
જીએસટી ભારતના લોકતંત્રની પરિપક્વતા અને બુદ્ધિમત્તાને શ્રદ્ધાંજલિ છે - પ્રણવ મુખર્જી 
 
- જીએસટી ભારતના નિકાસને વધુ પ્રતિસ્પર્ધી બનાવશે અને ઘરેલુ ઉદ્યોગને આયાતની સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે એક સમાન તક પ્રદાન કરશે - પ્રણવ મુખર્જી 
 
- પહેલાનુ ભારત આર્થિક રૂપે ખંડિત હતુ, નવુ ભારત એક કર, એક બજાર અને એક રાષ્ટ્ર બનાવશે - અરુણ જેટલી 
 
- જીએસટી આર્થિક દક્ષતા કર અનુપાલન અને ઘરેલુ અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં એક મુખ્ય ભૂમિકા ભજવશે - પ્રણવ મુખર્જી 
 
મોટેભાગે પૂછવામાં આવતા પ્રશ્નો 
- ભારતમાં જીએસટી પાસ કરવામા પહેલા સ્થાન પર કયુ રાજ્ય છે 
  અસમ જીએસટી કાયદો પાસ કરનારુ પહેલુ રાજ્ય હતુ 
 
- જીએસટીના પ્રથમ અધ્યક્ષ કોણ છે ?
 અરુણ જેટલી પહેલા જીએસટી અધ્યક્ષ હતા