ચોંકાવી દેશે આ સમાચાર ! Instagram યૂઝર્સને આપવા પડશે દર મહિને 89 રૂપિયા, જલ્દી નવુ મોડલ થશે લૉન્ચ
નવી દિલ્હી. આમ તો ઈસ્ટાગ્રામ હંમેશથી જ લોકપ્રિય રહ્યુ છે પણ જ્યારથી Tiktok ને ભારતમાં બૈન કરવામાં આવ્યુ છે ત્યારથી અત્યાર સુધી Reels એ લોકોને સતત અને ઝડપથી પોતાની સાથે જોડ્યુ છે. એવુ કહી શકાય છે કે Instagram ઈલ્યૂએંસર્સ અને કંટેટ ક્રિએટર્સ માટે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક રહ્યુ છે. તેને સારામાં સારુ બનાવવા માટે અનેક પ્રકારના ફિચર્સ રજુ કરવામાં આવ્યા. આ ફીચર્સ યુઝર્સના અનુભવને બમણો કરવામાં મદદરૂપ હતા. પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.
ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram તેના સબસ્ક્રિપ્શન મોડલના લોન્ચની નજીક છે. તેમાં, યુઝર્સને સ્ટોરીઝ જોવા અથવા ક્રિએટર્સથી અન્ય કંટેટને ઍક્સેસ કરવા માટે ચૂકવણી કરવી પડી શકે છે. આ સમાચારની પુષ્ટિ આ રીતે કરી શકાય છે કે Instagram સબ્સ્ક્રિપ્શન્સ એપ સ્ટોર પર ઇન-એપ ખરીદી તરીકે લિસ્ટેડ છે.