શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 25 નવેમ્બર 2022 (13:35 IST)

Jio True 5G in Gujarat : ગુજરાતના 33 જીલ્લામાં 5G લાવનારુ પહેલુ ઓપરેટર બન્યુ જિયો

5 G in Gujara
રિલાયંસ જિયોએ શુક્રવારે કહ્યુ કે ગુજરાત પહેલુ રાજ્ય બની ગયુ છે જેના બધા 33 જીલ્લા મુખ્યાલયમાં 'True 5G'ની સુવિદ્યા આપવામાં આવી  રહી છે. આ સાથે Jio 'True 5G' હવે ભારતના 10 શહેર/એરિયામાં ઉપલબ્ધ છે. જેમા દિલ્હી-NCR નો પણ સમાવેશ છે 
 
એજ્યુકેશન ફોર ઓલ ની કરશે પહેલ 
એવુ કહેવાય રહ્યુ છે કે  Jio ગુજરાતમાં અભ્યાસ, સ્વાસ્થ્ય સેવા, કૃષિ ઉદ્યોગ 4.0 અને IoT ક્ષેત્રોમાં True 5G- સંચાલિત કોશિશની એક સીરીજ શરૂ કરશે અને પછી તેનુ આખા દેશમાં વિસ્તરણ કરશે.  તેની શરૂઆતના રૂપમાં રિલાયંસ ફાઉંડેશન અને જિયો મળીને એજ્યુકેશન ફોર ઑલ નામની એક પહેલ હેઠળ ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઈજ કરશે. 
5G gujarat
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાત હવે પહેલું રાજ્ય છે જ્યાં 100 ટકા જિલ્લા મથક અમારા મજબૂત True 5G  નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની સાચી શક્તિ અને તે એક અબજ લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે દર્શાવવા માંગીએ છીએ.