સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (11:24 IST)

LPG Cylinder Price Hike- 1 ઓગસ્ટથી મોંઘુ થયુ એલપીજી સિલેડર

LPG Cylinder -આજથી ઓગસ્ટ મહીનાની શરૂઆત થઈ ગઈ છે અને 1 ઓગસ્ટ 2024ને એલપીજી ગેસ સિલેંડર પર મોંઘવારીનો આંચકો લાગ્યુ છે. જી હા બજેટ પછી  LPG Cylinder ની કીમતમાં ઑયલ માર્કેટિંગ કંપનીઓને વધારો કર્યુ  છે. 
 
આ વખતે 19 કિલો વાળા કાર્મિશયલ એલપીજી ગેસ સિલેંડરની કીમતમાં બદલી છે. જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત આ વખતે પણ યથાવત છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1લી ગુરુવારથી 8.50 રૂપિયા મોંઘું થયું છે.
 
દિલ્હીથી મુંબઈ સુધી આટલા વધ્યા ભાવ 
IOCL ની વેબસાઈટના મુજબ દિલ્હીથી લઈને મુંબઈ સુધી કાર્મિશયલ ગેસ સિલેંડરના ભાવ તેનો અમલ 1 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ફેરફાર બાદ હવે રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1646 રૂપિયાથી વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અહીં પ્રતિ સિલિન્ડર 6.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કોલકાતાની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.