શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (14:11 IST)

ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 46% નો વધારો, પણ વસુલાત ટાર્ગેટના 67.5% થઈ

નોટબંધીના એક વર્ષ અને જીએસટી લાગુ થયાના છ માસ બાદ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા 46% વધી છે, તેમ છતાં આવકવેરા વિભાગ વર્ષ 2017-18ના નાણાકીય વર્ષ માટે રૂા.46,868 કરોડના ટાર્ગેટ સામે પ્રથમ નવ માસમાં 31,618 કરોડ (67.5%) વસુલ કરી શકયો છે. વિભાગે ગત વર્ષે પણ ત્રીજા કવાર્ટરના અંતે રૂા.39,901 કરોડના લક્ષ્યાંક સામે રૂા.27,124 કરોડ (67.97%) મેળવ્યા હતા, એ જોતાં વસુલાતમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.

આવકવેરા અધિકારીઓના જણાવ્યા મુજબ 2016-17માં તેમણે રૂા.39,901 કરોડની વસુલાત કરી હતી,અને ચાલુ વર્ષે પણ એટલી વસુલાત થવાની આશા છે. જોકે નવેમ્બર 2017 સુધીમાં કરદાતાઓની સંખ્યા 43% વધી છે. નવેમ્બર 2016માં 31.72 લાખ એસેસીઝ હતા તેમાં 13.6% વધારો થયો છે.નવેમ્બર 2017 સુધીમાં વિમાને 38 રેગ્યુલેટર સર્વે હાથ ધરી રૂા.29.44 કરોડની છૂપાયેલી આવક શોધી કાઢી હતી. વિભાગે 3.9 સર્વેમાં રૂા.4.8 કરોડની વસુલાત કરી હતી. ટીડીએસ ડિફોલ્ટરોને શોધ કાઢવા વિભાગે 62 સર્વે કર્યા હતા અને તેમની પાસેથી રૂા.29.55 કરોડ વસુલ્યા હતા. એ સિવાય, બેનામી પ્રોપર્ટી યુનિટે ગુજરાતભરમાં રૂા.19.07 કરોડની 83 પ્રોપર્ટી ટોચમાં લીધી હતી.