1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (14:45 IST)

Paytm પેમેન્ટ્સ બેંકનો રેકોર્ડ, એક મહિનામાં પ્રાપ્ત કર્યું 92.60 કરોડ યુપીએઆઇ ટ્રાંજેક્શન

ભારતમાં વૃધ્ધિ પામેલી  પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ, (PPBL) દેશમાં એક જ માસમાં 926 મિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હાંસલ કરનારી પ્રથમ બેનિફિશિયરી બેંક બની છે.  આ કારણે તેની ભારતની સૌથી ઝડપથી વિકસતી અને સૌથી મોટી બેનિફિશિયરી બેંક તરીકેનું સ્થાન મજબૂત થયું છે. બેનિફિશિયરી બેંક એ એવી બેંક છે કે જે ખાતાધારકની બેંક છે અને તે નાણાં મેળવે છે. આ બાબત ગ્રાહકોની પેટીએમ પેમેન્ટ બેંકમાંથી નાણાં મેળવવાની અગ્રતા દર્શાવે છે અને તે રોજબરોજની ચૂકવણીઓ અને બચતમાં તેનો ઉપયોગ કરતા રહે છે.
 
ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં PPBL કુલ 2,507.47 મિલિયન લાભાર્થી ટ્રાન્ઝેક્શન દર્શાવ્યા છે, જે વર્ષ 2020ના સમાન ત્રિમાસિક ગાળામાં 964.95 મિલિયન ટ્રાન્ઝેક્શન હતા. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ટ્રાન્ઝેક્શનમાં 159.85 ટકાનો વધારો થયો છે અને (મે 2021 સિવાય) સમગ્ર  વર્ષ દરમ્યાન સૌથી મોટી યુપીઆઈ બેનિફિશિયરી બેંક બની રહી છે અને દર મહિને વૃધ્ધિ કરતી રહે છે.
 
પેટીએમ પેમેન્ટ બેંકે, રેમિટન બેંક તરીકે પણ યુપીઆઈ ચૂકવણીઓમાં ઝડપી આર્થિક વ્યવહારો કર્યા છે. બેંકે ઓક્ટોબર- ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળા દરમ્યાન 455.74 મિલિયન રેમિટન ટ્રાન્ઝેક્શન નોંધાવ્યા છે, જે વર્ષ 2020ના સમાનગાળામાં નોંધાવેલા 67.26 ટકા વધુ છે.
 
પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી સતિષ ગુપ્તા જણાવે છે કે "અમને યુઝર્સ તરફથી આટલો પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો છે તેનાથી અમે ખુશ છીએ. યુઝર્સે અમને યુપીઆઈ પેમેન્ટસની અત્યંત પસંદગીની બેનિફિશિયરી બેંક બનાવી છે. આ બાબત અમારી ટીમના સખત પરિશ્રમનું ઉદાહરણ છે. તેમને અમને ઉત્તમ ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે સુપિરિયર ડીજીટલ બેંકીંગ અનુભવ પૂરો પાડ્યો છે. અમે આ અનુભવનો લાભ લેવાનું ચાલુ રાખીશું અને પેટીએમ વૉલેટ અને બેંક એકાઉન્ટ વડે રોજબરોજની ચૂકવણીમાં સુગમતા પૂરી પાડીને યુપીઆઈ મની ટ્રાન્સફરની સુપરફાસ્ટ ટેકનોલોજી સ્ટ્રેન્થ અને સુગમતાનો અનુભવ કરાવીશું."
 
તાજેતરમાં પેટીએમ પેમેન્ટ બેંકને ભારત સરકારે દેશમાં ડીજીટલ ચૂકવણીઓની વૃધ્ધિમાં નોંધપાત્ર પ્રદાન બદલ કદર કરી છે.  ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજીત 'ડીજીટલ પેમેન્ટ ઉત્સવ' માં મર્ચન્ટ ઓન બોર્ડીંગ અને ટ્રાન્ઝેક્શન સક્સેસ રેટમાં, ટ્રાન્ઝેક્શનના વૉલ્યુમમાં ટોચના સ્થાને રહેવા બદલ અમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
 
પેટીએમ પેમેન્ટ બેંકે તાજેતરમાં પેટીએમ ટ્રાન્ઝીટ કાર્ડ નામની એક એનસીએમસી રજૂ કરી છે, જે ભારતીયોને તમામ મુસાફરી લક્ષી વ્યવહારોમાં એક જ કાર્ડથી ચૂકવણી કરવાની સગવડ પૂરી પાડે છે. આ રજૂઆતની સાથે યુઝરે વિવિધ હેતુઓ માટે અલગ અલગ કાર્ડ સાથે રાખવાની ચિંતા નહીં કરવી પડે.
 
પેટીએમ પેમેન્ટ બેંક એ ભારતમાં ફાસ્ટટેગની સૌથી મોટી ઈસ્યુઅર છે અને દેશમાં ટોલ પ્લાઝાના સૌથી હસ્તગતકર્તામાંની એક છે. પીપીબીએલ ફાસ્ટટેગ દેશની અત્યંત પસંદગી પાત્ર ટોલ પેમેન્ટ પધ્ધતિ બની છે અને તે યુઝરને સીધા તેના પેટીએમ વોલેટમાંથી ચૂકવણી કરવાની વિવિધ સગવડ પૂરી પાડે છે. યુઝર્સે તેમના ફાસ્ટટેગનો ઉપયોગ અને રિચાર્જ કરવા માટે કોઈ અલાયદુ ખાતુ રાખવાની જરૂર પડતી નથી.