રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (10:09 IST)

ઑક્ટોબરમાં 7.25 રૂપિયા દર લીટર મોંઘુ થયુ ડીઝલ ઘણી જગ્યાઓ પેટ્રોલ 120ને પાર

દેશમાં સતત બીજા દિવસે ઘણી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં  વધારો કર્યુ છે. બંનેના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં પેટ્રોલ 120 રૂપિયાને પાર કરી ગયું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ 6.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
 
રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 108.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.02 રૂપિયા પ્રતિ લીટરના ઓલ ટાઇમ રેકોર્ડ પર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 114.14 રૂપિયા અને ડીઝલ 105.12 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
 
કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે 108.78 રૂપિયા અને 100.14 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 105.13 રૂપિયા અને ડીઝલ 101.25 રૂપિયા પ્રતિ લીટર છે. આ રીતે ડીઝલ 4માંથી 3 મહાનગરોમાં 100ને પાર કરી ગયું છે.
 
મધ્યપ્રદેશના અનુપપુર, રાજસ્થાનના શ્રી ગંગાનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ 120ને પાર પહોંચી ગયું છે. રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ બાદ ડીઝલ પણ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે.