Today's Rate of Petrol - શુક્રવારે ફરી મોંધુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો શુ છે તમારા શહેરના ભાવ
. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. કાચા તેલના ભાવ વધ્યા પછી તેલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધાર્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ફરી 69 રૂપિયા લીટર પર જતો રહ્યો છે.
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિમંત વધીને ક્રમશ 69.07 રૂપિયા, 71.20રૂપિયા, 74.72 રૂપિયા અને 71.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ચારેય મહાનગરમાં ડીઝલના ભાવ વધીને ક્રમશ 62.81 રૂપિયા, 64.58 રૂપિયા, 65.73 રૂપિયા અને 66.31 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.
દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 19 પૈસાનો અને ચેન્નઈમાં 20 પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ ગઈ. બીજી બાજુ ડીઝલની કિમંતો દિલ્હી અને કલકત્તામાં 28 પૈસા જ્યારે કે મુંબઈ અને ચેન્નઈમાં 30 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવી છે.