શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (19:19 IST)

Petrol-Diesel Shortage: દેશમાં પેટ્રોલ ડીઝલ ખત્મ થવાના સમાચાર કેટલા સાચા ?IOC આપ્યો જવાબ

શું ભારત પણ શ્રીલંકા જેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે જ્યાં પેટ્રોલ અને ડીઝલની અછત છે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા બે દિવસથી પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાંથી સમાચાર આવી રહ્યા છે કે આ વિસ્તારોના ફ્યુઅલ સ્ટેશન પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોના પેટ્રોલ પંપોમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે. પેટ્રોલ કંપનીઓને પેટ્રોલના ભાવ વધારવાની મંજુરી નથી મળી રહી, પેટ્રોલના વેચાણમાં નુકસાન થઈ રહ્યું છે, તેથી સપ્લાયમાં ઘટાડો કરીને ખોટ ઓછી કરવામાં આવી રહી છે. શું આ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા છે કે પછી આ સમાચાર પાછળ કોઈ સત્ય છે? 
 
તેલની અછતના સમાચાર સાચા છે
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને દાવો કર્યો છે કે દેશમાં તેલની કોઈ અછત નથી. તે જ સમયે, આ દાવાથી વિપરીત, ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય બંસલે અમર ઉજાલાને કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં તેલના સપ્લાયમાં સમસ્યા છે. તેલની કિંમત ચૂકવ્યા પછી પણ કંપનીઓ સમયસર સપ્લાય કરતી નથી. સરકારને સમસ્યાથી વાકેફ કરવામાં આવી છે.  તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારને અપીલ કરે છે કે તેલ કંપનીઓ સાથે વાત કરીને આ મામલો ઉકેલાય અને પુરવઠો સુનિશ્ચિત કરે. દેશના લગભગ 72 હજાર પેટ્રોલ પંપ આ એસોસિએશન સાથે જોડાયેલા છે.
 
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમરેલી, અમદાવાદની માફક અરવલ્લીમાં પણ પેટ્રોલ-ડિઝલની તંગીની અફવા વહેતી થતાં પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા હતા. વાહનચાલકો અને ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ લેવા દોટ લગાવી હતી. જેને પગલે માલપુરના ગોવિંદપુર પાસે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. જેમાં ખાસ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કારણ કે, એક બાજુ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. જેથી ખેતીમાં વાવેતર સહિતના કામની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા ખરા ટાણે જ ડીઝલની તંગીની અફવાએ જોર પકડતા ખેડૂતો ટ્રેક્ટર, બાઇક પર પ્લાસ્ટિકના ડ્રમ લઇ પેટ્રોલ-ડિઝલ ખરીદવા ઉમટી પડ્યા હતા.
 
આ ભાગોમાં વધુ શોર્ટેજ 
ઉત્તર પ્રદેશ પેટ્રોલિયમ ટ્રેડર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ધરમવીર ચૌધરીએ અમર ઉજાલાને કહ્યું કે આ અહેવાલો પાછળ કંઈક સત્ય છે. ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો આપવામાં આવતો નથી, જેના કારણે પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોના પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં તેલ ઉપલબ્ધ નથી. એડવાન્સમાં પૈસા ચૂકવ્યા પછી પણ ડીલરોને પેટ્રોલ મળતું નથી.
બે દિવસ અગાઉ અફવાને પગલે અમદાવાદમાં લાગી હતી કતારો
 
બે દિવસ અગાઉ એટલે કે ગત તા. 12 ના રોજ ખાડી દેશ દ્વારા ભારતને ઈંધણ આપવાના ઈન્કારની અફવાને પગલે મોડી રાત્રે અમદાવાદ સહિત અન્ય જિલ્લાના પેટ્રોલપંપ પર લાંબી લાઇન લાગી હતી.આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને APMC પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી. મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા.જેંને લઈને રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જો કે, પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે.