મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (17:16 IST)

1 એપ્રિલથી બદલાઈ જશે આ 5 નિયમ, ખિસ્સા પર ખર્ચનુ ભાર વધશે

આ ફેરફાર 1 એપ્રિલથી લાગુ થઈ શકે છે. પરિપત્ર મુજબ, 1 એપ્રિલથી 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા સરચાર્જ લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ચાર્જ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે વેપારીઓને પેમેન્ટ કરનારા ગ્રાહકોને આપવાનો રહેશે.
 
યુપીઆઈ પેમેંટ પર ચાર્જ 
UPI પેમેંટને લઈને જાણવા મળ્યુ છે કે આ મોંઘુ થવા જઈ રહ્યુ છે.  2000 રૂપિયાથી વધુ ટ્રાંજેક્શન પર 1.1 ટકાનો ચાર્જ લાગશે. UPI પેમેંટનો મતલબ ગૂગલ પે (Google Pay), ફોન પે (Phone Pay) અને પેટીએમ(Paytm) જેવા ડિજિટલ મીડિયમથી જો તમે 2 હજાર રૂપિયાથી વધુનુ પેમેંટ કરો છો તો તમને થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. પણ તેમા થો ડો પેચ છે. જો તમે બેંક એકાઉંટથી લિંક પેમેંટ  કરો છો તો તમારે માટે કશુ બદલાયુ નથી.  
 
એલપીજી સિલિન્ડર
એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આ 1 એપ્રિલે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. આ પહેલા 1 માર્ચે કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં તેની કિંમત વધીને 1103 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ તે રૂ.1053માં ઉપલબ્ધ હતું. આશા છે કે ઓઈલ કંપનીઓ આ વખતે પણ સિલિન્ડરના દરમાં વધારો કરી શકે છે.
 
કારની કિંમતમાં પણ વધારો થશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે પણ 1 એપ્રિલથી મોંઘી થઈ જશે. ટાટા મોટર્સ, હીરો મોટો કોર્પ અને મારુતિએ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 1 એપ્રિલથી લાગુ થશે. કંપનીઓ દ્વારા અલગ-અલગ મોડલના આધારે કિંમતમાં વધારો કરવામાં આવશે.