ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2022 (01:38 IST)

સરગવો છે અનેક રોગોનો ઈલાજ, જાણો તેના ખાસ ગુણો વિશે

saragavo
સરગવો કે તેના ફૂલ અને પાન તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. ફિલીપિંસ, મેક્સિકો શ્રીલંકા મલેશિયા જેવા દેશોમાં પણ સરગવાનો પ્રયોગ વધુ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વ્યંજનોમા તેનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે. તેથી આજે અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છે સરગવાની વિશેષ ઉપયોગિતા અને તેના ગુણૉ સાથે.  
 
1. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.  

2. પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા ઔષધીય ગુણોથી ભરપૂર છે કે તેના સિંગોનુ અથાણુ અને ચટણી અનેક બીમારીઓમાંથી મુક્તિ આપવવામાં મદદરૂપ છે. આ ફક્ત ખાનારાઓ માટે જ નહી પણ જે જમીન પર તેને લગાડવામાં આવે છે એ માટે પણ લાભકારી છે. 
 
3. સરગવો પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે. જાડા, ઉલટી, કમળો અને કોલાઈટિસ થતા તેના પાનનો તાજો રસ એક ચમચી મધ ને નારિયળ પાણી સાથે લો.  આ એક ઉત્તમ હર્બલ દવા છે. 
4. સરગવાના પાનનો પાવડર કેંસર અને દિલના રોગીઓ માટે સારી દવા છે. 
5. આ બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે.
6. તેનો પ્રયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે.  
6.આ પેટની દિવાલના પડની રિપેરિંગનુ કામ કરવામાં સક્ષમ છે.
7. આ શરીરમાં ઉર્જાનુ સ્તર વધારે છે.