શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Benefits - કાકડીના ગુણો છે ભરપુર

કાકડી ગ્રીષ્મ ઋતુમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કેમકે તે ખુબ જ ઠંડક આપનારી અને પિત્તદાયક છે. કાકડી તરસ છીપાવવાના પણ કામે લાગે છે. તેનાથી રક્તપિત્ત ઓછું થાય છે તેમજ બળતરા પણ શાંત થાય છે.

કાકડીમાં વિટામીન સી અને બી ભરપુર માત્રામાં હોય છે તેમજ વિટામીન એ પણ થોડીક માત્રામાં મળી આવે છે. આનાથી વધારે આમાં સોડિયમ. કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરાઈડ, સલ્ફર અને લોહ વગેરે તત્વો પણ મળી રહે છે. નાની કોમળ કાકડી ઠંડી, પિત્તનાશક અને મૂત્રને વધારનાર હોય છે. તેથી પથરી વગેરે જેવા રોગોમાં મૂત્ર ઓછું આવતું હોય અને બળતરા થતી હોય તેમને તેનું સેવન કરવાથી લાભ થાય છે. કાકડીનું રાયતું પણ બનાવી શકાય છે તેનાથી ચિડચિડાપણું અને માનસિક વિકાર પણ દૂર થાય છે.

કોમળ કાકડીને છોલીને તેની અંદર સિંધાલુણ અને કાળા મરી નાંખીને ખાવાથી ભુખ વધે છે. કાકડીના નાના નાના ટુકડા કરીને તેની પર ખાંડ નાંખીને ખાવાથી ગરમીથી થતી બળતરામાં રાહત થાય છે. ગરમીને લીધે શરીર પર જો બળતરા થઈ રહી હોય તો કાકડીને શરીર પર ઘસવાથી લાભ થાય છે.

દરરોજ 100 ગ્રામ કાકડીનો રસ પીવાથી ચહેરો ખીલી ઉઠે છે. ગરમીને લીધે આંખો લાલ થઈ ગઈ હોય, બળતરા થતી હોય, થકાવટ થઈ ગઈ હોય તો કાકડીન છીણીને તેને આંખો પર લગાવવાથી ઠંડક મળે છે.