1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified શુક્રવાર, 25 નવેમ્બર 2022 (15:27 IST)

યુવતીએ બોયફ્રેંડના ઘરમાં ઘુસીને લગાવી આગ

BURNING BOYFRIEND’S HOUSE
કોઈ પણ છોકરી એ સહન નથી કરી શકતી કે તેનો બોયફ્રેન્ડ તેની પીઠ પાછળ તેની સાથે દગાબાજી કરે. પરંતુ જ્યારે એક છોકરીને લાગ્યું કે તેનો પ્રેમી બેવફા થઈ રહ્યો છે, ત્યારે તેને પાઠ ભણાવવા માટે ગુસ્સામાં આવીને તેણે કંઈક એવું કર્યું જેનાથી તે સીધી જેલમાં પહોંચી ગઈ. અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષની યુવતીની તેના બોયફ્રેન્ડના ઘરે આગચંપી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપ એવો પણ છે કે યુવતીએ ઘરને આગ લગાડતા પહેલા લૂંટ ચલાવી હતી. સ્થાનિક પોલીસે આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને વાંચીને બધા દંગ રહી ગયા છે.

 
બેક્સર કાઉંટી પોલીસ મુજબ 23 વર્ષની સેનાઈડા મૈરી સોટોએ પોતાના બોયફ્રેંડને કૉલ કર્યો હ તો. પણ જ્યારે ફોન પર તેને કોઈ બીજી મહિલાનો અવાજ સાંભળ્યો તો તેને લાગ્યુ કે તેનો બોયફ્રેંડ તેને ચીટ કરી રહ્યો છે.  પછી તો પુછવુ જ શુ. સેનાઈટાએ નક્કી કરી લીધુ કે તે પોતાના બોયફ્રેંડને સબક શિખવાડીને રહેશે.  ત્યારબાદ સંપૂર્ણ પ્લાનિંગ તેને આગની ઘટનાને અંજામ આપ્યો.  પોલીસ મુજબ અગ્નિશામક વિભાગે મોડી રાત્રે બે વગ્યે શેફર્ડ રોડ પરથી ઘરમાં આગ લાગવાનો કૉલ આવ્યો.  જ્યારબાદ ટીમ મૌકા પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો.