1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવીદિલ્‍હી, , સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (23:13 IST)

UNમાં સુષ્‍મા સ્‍વરાજનું આક્રમક નિવેદન, "પાકિસ્‍તાન કાશ્‍મીરના સ્‍વપ્ન જોવાનું બંધ કરે, કાશ્મીર ભારતનો હિસ્સો છે અને રહેશે"

સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજે પણ આજે આક્રમક નિવેદન કર્યું હતું અને પાકિસ્‍તાન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બાદ સુષ્‍મા સ્‍વરાજે પણ આતંકવાદ, કાશ્‍મીર, ભારત પાકિસ્‍તાન વાતચીત, બલુચિસ્‍તાન સહિત અનેક મુદ્દાઓ ઉપર પાકિસ્‍તાનને જોરદાર જવાબ આપ્‍યો હતો. આજે અહીં યૂનાઈટેડ નેશન્સના 71મા મહાસભા સત્રમાં પાકિસ્તાનને જોરદાર ચાબખાં માર્યા હતા અને કહ્યું કે, અમે પાકિસ્તાન સામે અનેકવાર મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પણ એના બદલામાં પાકિસ્તાને ભારતને શું આપ્યું? પઠાણકોટ અને ઉરીના આતંકવાદી હુમલા.

સુષ્‍માએ કહ્યું હતું કે, દુનિયાના કેટલાક દેશોને ત્રાસવાદીઓને આશરો આપવાની ટેવ પડી ગઇ છે. આવા દેશોને અલગ કરવાનો સમય આવી ગયો છે. સુષ્‍માએ કહ્યું હતું કે, પાકિસ્‍તાન કાશ્‍મીરના સ્‍વપ્ન જોવાનું બંધ કરે. કારણ કે કાશ્‍મીર ભારતનું હતું અને ભારતનું રહેશે. વિદેશ મંત્રી સુષમા સ્‍વરાજે યુનાઈટેડ જનરલ એસેમ્‍બલી સંબોધનમાં કાશ્‍મીર મુદ્દે પાકિસ્‍તાન જડબાતોડ આપ્‍યો. ખાસ કરીને નવાઝ શરીફે ભારત વિરુદ્ધ કરેલી ટિપ્‍પણીનો સુષ્‍મા સ્‍વરાજે આક્રમક કડક જવાબ સુષમા સ્‍વરાજે કહ્યું કે, ૨૧ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાને ભારત પર બે આરોપ લગાવ્‍યા હતા. પાકિસ્‍તાને ભારત પર માનવાધિકાર ઉલ્લંધનનો આરોપ લગાવ્‍યો હતો તેમને હું એટલું જ કહેવા માંગીશ, જેમના ધર કાચના હોય તેમણે બીજા પર પથ્‍થર ન ફેંકવા જોઈએ.


હમણાં આજ શહેરમાં એક આતંકી હુમલાની વરસગાંઠ હતી. દુનિયામા આતંકવાદ થતા રહે છે. દુનિયામાં કાબુલ ઢાંકા, સિરિયા સહિતના દેશોમાં આતંકવાદની ઘટનાઓ થી રહી છએ આતંકવાદ માનવવાદનો સૌથી મોટો અપરાધ છે. આતંકવાદીઓને પનાહ આપનારા કોણ છે. તેમને ક્યાંથી ધન મળે છે. કોણ હથિયાર આપે છએ તેવા પ્રશ્નો આ મંચ પરથી થઓડા દિવસ પહેલા અફઘઆનિસ્તાને પણ ઉઠાવ્યો હતો. આતંકવાદને મારો કે પરાયો એમ ન મૂલવીશકીએ. આપણે પોતાના મતભેદ ભૂલીને આતંકવાદ વિરુદ્ધ મજબૂત લડાઈ લડીએ. અને આતંકવાદનો સામનો કરવા કટિબદ્ધ થઈએ. આ કામ મુશ્કેલ નથી. પણ તેમા ઈચ્છા શક્તિ હોવાની કમી છે. જો આ મામલે કોઈ દેશ શામેલ ન હોય તો તેને તમામ દેશો એક થઈને અલગ થલગ કરી દે. એવા દેશઓની વિશઅવ સમુદાયમાં કોઈ જગ્યા ન હોવી જોઈએ.


શરિફે કહ્યું કે મારા દેશમાં માનવઅધિકારનું ઉલ્લંઘન કરાય છે. તેમણે કહ્યું કે જે દેશના ઘર શીશાના હોય તેણે બીજાના ઘર પર પત્થર ન મારવા જોઈએ. બલૂચિસ્તાનમાં તમ શું કરો છો. કેવી વિકટ  સ્થિતિ છે. અમે પાકિસ્તાન સામે હાથ લાંબો કર્યો હતો  અમે કોઈ શરત ક્રાયા વગર ત્યાં ગયા હતા તેમની સાથે મુલાકોતોનો સિલસિલો શરૂ કર્યો હતો. કોઈ પણ શરતો વગર અમે વાટાઘાટો શરૂ કરી હતી. અમને શું મળ્યું પઠાણકોટ, ઉરી વિગેરે.પાકિસ્તાન જાણી લે કે તમારા મનસૂબા ક્યારેય સફળ નહિં નિવડે. કાશ્મીર ભારતનો હિસ્સો છે અને ભારતનો હિસ્સો રહેશે.

આપણે આંતરરાષ્ટ્રીય કોઈ માનક નથી બનાવી શક્યા જેથી કરીને આતંકવાદીઓને સજા કરી શકીએ. આપણે જેમ જળવાયું પરિવર્તન અંગે કામ કરીએ છીએ તેમ આતંકવાદને મામલે પણ આપણે આમ કરવું જોઈએ.

 પાકિસ્‍તાનના વડાપ્રધાને બીજું કહ્યું હતું કે, ભારત જે શરતો વાતચીત માટે ઈચ્‍છે છે તે અમને મંજુર નથી, મને એ નથી સમજાતું તેઓ કઈ શરતોની વાત ઈચ્‍છે છે. અમે શરતો ને આધારે નહીં પણ મિત્રતાને આધારે અમે પાકિસ્‍તાન સાથે સમસ્‍યાનું સમાધાન ઈચ્‍છીએ છીએ. ક્‍યારેક ઈદ તો ક્‍યારેક ક્રિકેટ દ્વારા અમે તેમને શુભેચ્‍છા પાઠવી હતી. ક્‍યારેય ખબર અંતર પુછીને શુભેચ્‍છા પાઠવી પણ અમને જવાબમાં પઠાનકોટ અને ઉરી મળ્‍યા. બોર્ડર પારથી આતંકીઓ આવ્‍યા હતા. જો તેમને એવું લાગતું હોય કે, આવુ કરવાથી ભારત હલી જશે અને ભારતનો એક ટુકડો તેમને મળી જશે તો તેઓ ભુલ કરે છે. આવા લોકો એક વાત જાણી લે, કાશ્‍મીર ભારતનો અભિન્‍્ના ભાગ છે અને જમ્‍મુ-કાશ્‍મીર ભારતનો અભિન્‍્ના હિસ્‍સો રહેશે, આથી કાશ્‍મીર પડાવી લેવાનું સપનું છોડી દો.  ગત 18મી સપ્‍ટેમ્‍બરે કાશ્‍મીરમાં ઉરી સ્‍થિત મિલિટરી બેઝ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં બેરેકમાં ઉંધતા 18 જવાનોનો ભોગ લેવાયો હતો. યુએનજીએમાં સુષમા સ્‍વરાજ ઉરી આતંકી હુમલા પાછળ પાકિસ્‍તાનનો હાથ હોવાની વિશ્વ સમક્ષ રજુઆત કરી. પાકિસ્‍તાનને આતંકવાદને ઉત્તેજન આપતું રાષ્‍ટ્ર ગણાવી વૈશ્વિક જુથમાં એકલું પાડવામાં આવે તેવી વિદેશમંત્રી યુએનમાં રજુઆત કરી હતી.