1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 માર્ચ 2014 (17:12 IST)

વાયુસેનાનુ સૌથી મોટુ ટ્રાંસપોર્ટ વિમાન સુપર હરક્યૂકિશ સી-130જે ક્રેશ, 5 જવાન શહીદ

P.R
ભારતીય વાયુ સેનાને આજે એ સમયે મોટો આંચકો લાગ્યો, જ્યારે તાજેતરમાં જ મેળવેલ અમેરિકી ન્રિમિત સી-130 જે ટ્રાંસપોર્ટ વિમાન આગ્રાથી ઉડાન ભર્યા બાદ ગ્વાલિયર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.

આ દુર્ઘટનામાં ચાલક દળ સહિત બધા પાંચ સભ્યોના માર્યા ગયા છે. રક્ષા જનસંપર્ક અધિકારીએ જયપુરમાં જણાવ્યુ કે સુપર હરક્યૂલિસ વિશેષ અભિયાન વિમાન દુર્ઘટનામાં બે વિંગ કમાંડર, બે સ્કવાડ્રન લીડર અને ચાલક દળના એક અન્ય સભ્યનુ મોત થઈ ગયુ.

વાયુસેનાનાં 2 હેલિકૉપ્ટર રેસક્યુ ઓપરેશન માટે રવાના થયા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ હરક્યુલિસ C-130J વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતે અમેરિકા પાસેથી 60 અબજ રૂપિયામાં 6 હરક્યુલિસ C-130J વિમાન ખરિદ્યા છે. એટલે કે એક વિમાનની કિંમત અંદાજે 10 અબજ રૂપિયા છે. હરક્યુલિસ C-130J વિમાન એક મહાકાય વિમાન છે. જેના દ્વારા સૈનિકોની મોટી ટુકડીનું દુર્ગમ વિસ્તારોમાં સ્થાળંતર, રાહત કામગીરી, તેમન સામાન ખસેડવાનું કામ આસાનીથી થઇ શકે છે. ઉત્તરાખંડ દુર્ઘટના વખતે પણ હરક્યુલિસ C-130J વિમાનની શાનદાર કામગીરી હતી.