1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2015 (12:34 IST)

બિહારમાં બીજેપી જીતશે તો મુખ્યમંત્રી રિમોટથી ચાલશે - જયરામ રમેશ

કોંગેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યુ કે બીજેપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવમાં બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે અને જો તેમા તેમને જીત મળશે તો રાજ્યના મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલનાર હશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે હુ એવુ ન નથી વિચારી રહ્યો કે બીજેપીએ કેમ પોતાના મુખ્યમંત્રી જાહેર નથી કર્યા. આ તેમનો આંતરિક મામલો છે. 
 
જયરામ રમેશે આગળ કહ્યુ કે પણ એક વાત ચોક્કસ છે કે તેઓ(બીજેપી)  વિધાનસભા ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડશે. તેમણે કહ્યુ કે જો તેઓ સત્તામાં આવશે તો જે કોઈ મુખ્યમંત્રી બનશે તે મોદી દ્વારા રિમોટથી ચાલનારા હશે. વાસ્તવિક મુખ્યમંત્રી કોણ હશે.