1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 3 ડિસેમ્બર 2016 (14:41 IST)

સોશિયલ પર સવાલ - મોદી કો વોટ 'Queue' દિયા

8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત પછી અનેક લોકોને લાગ્યુ કે થોડામોડા જ ભલે, પણ પરિસ્થિતિ સારી થઈ જશે. પણ ડિસેમ્બર પહેલા બે દિવસ વિત્યા પછી લાગી રહ્યુ છે કે લોકોનો ધીરજ ખૂટવા માંડી છે. 
 
ભારતમાં સોશિયલ મીડિયા પર #मोदी_को_वोट_queue_दिया અને #Salary_मिली_पैसे_नहीं ટ્રેંડ થઈ રહ્યુ છે અને લોકો તેના પર ટ્વીટ કરી રહ્યા છે. #मोदी_को_वोट_queue_दिया હૈશટેગ સાથે લોકો અનેક પ્રકારના ટ્વીટ કરી રહ્યા છે. 
યોગેશ ઠાકુરે લખ્યુ છે "મોદી ને વોટ કેમ આપ્યો સવાલ પર ઉત્તર હશે - એ સમય દિમાગી હાલત ઠીક નહોતી." 
 
મોનિકા મિગલાનીએ લખ્યુ "આજે બધા સામાન્ય લોકો ઠગાયેલા અનુભવી રહ્યા છે અને ખુદને પૂછી રહ્યા છે" 
 
500 અને 1000ના નોટ થયા રદ્દી, તમે શુ કરશો ? 
 
આરતીએ નોટબંધીના કારણ થયેલ મોતો સંબંધિત એક સમાચારનું  રીટ્વીટ કર્યુ અને લખ્યુ "બોર્ડર પર જવાન મરી શકે છે તો તમે લાઈનમાં મરી નથી શકતા ?? " 
 
કાર્તિકેય શર્મા અને અગ્રેસિવ ઈંડિયનનુ ટ્વીટ 
 
કાર્તિકેય શર્માએ લખ્યુ, બેંકના આગળ શનિવારે લોકો સવારે 6:53થી જ લાઈનમાં લાગ્યા છે. જ્યારે કે બેંક 9:30 ના રોજ ખુલશે. 
 
તેના પર અગ્રેસિવ ઈંડિયને લખ્યુ, "આ મોદીજીનો માસ્ટર સ્ટ્રોક છે. બધા ભારતીયને તેમણે સમય પહેલા આવવાનુ શિખવાડી દીધુ." 
 
ચંદ્રકેશ યાદવે લખ્યુ, "અબ પછતાયે ક્યા હોત જય ચિડિયા ચુગ ગઈ ખેત." 
 
સંદીપ વી પૉલે લખ્યુ, "એક વાર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે મોદી સરકાર ફેયર એંડ લવલી જેવા છે. તેમણે આ વાતને સાચી પણ સબિત કરી દીધી." એશ્વર્યા વર્માએ લખ્યુ, "મોદીજીએ ખિસ્સા ખાલી કર્યા, ઘરમાં જે સોનુ મુક્યુ છે તેના પર પણ ખરાબ નજર છે. લાગે છે કે કાલથી એવુ પણ કહેશે કે લોટ ફક્ત 5 કિલો જ લો અને દાળ 1 કિલો જ લો."