1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 17 જૂન 2016 (13:19 IST)

ગુલબર્ગ હત્યાકાંડ - મારી સામે એહસાનને જીવતા સળગાવી દીધા, હુ સજાથી સંતુષ્ટ નથી - જકિયા જાફરી

એસઆઈટીની વિશેષ કોર્ટ 2002માં થયેલ ગુલબર્ગ સોસાયટી રમખાણો મામલે બધા 24 દોષીઓને સજાનુ એલન કરવામાં આવ્યુ છે. 11 દોષીઓને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. 12ને 7 વર્ષની જેલ અને એક દોષીને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. 
 
મને ન્યાય નથી મળ્યો - જકિયા જાફરી 
 
કોર્ટના નિર્ણય પર જકિયા જાફરીએ કહ્યુ કે હુ આ સજાથી સંતુષ્ટ નથી. ઓછી સજા મળી છે. મને ફરી તૈયારી કરવી પડશે. વકીલોની સલાહ લઈને આગળ વધીશ. મને ન્યાય નથી મળ્યો. 
 
તેમણે જણાવ્યુકે સવારે 7 વાગ્યાથી આ બધુ શરૂ થયુ. હુ ત્યા જ હતી. મેં બધાને મારી આંખોથી જોયા. મારી સામે આટલી નિર્દયતાથી લોકોને સળગાવવામાં આવ્યા. મારા પતિ અહેસાન જાફરીને પણ સળગાવી દેવામાં આવ્યા. શુ આવા લોકોને આટલી ઓછા સજા મળવી જોઈએ. આ ન્યાય નથી. મોટાભાગના લોકોને છોડવામાં આવ્યા છે. બધાને ઉંમરકેદની સજા થવી જોઈએ. 
 
આગળ અપીલ કરીશુ - તીસ્તા સીતલવાડ 
 
સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડે કહ્યુ કે આ જજમેંટથી નિરાશા મળી છે. 11 લોકો પર ગંભીર આરોપ હતા તો તેમન ઉંમરકેદની સજા થવી જોઈતી હતી, પણ 12 લોકોએન ફક્ત 7 વર્ષની સજા આપવી યોગ્ય નથી. કલાકો ઉભા રહીને દોષીઓએ લોકોને સળગાવ્યા. મારા હિસાબથી આ વીક જજમેંટ છે. તેના પર અમે આગળ અપીલ કરીશુ. 
 
ગુલબર્ગ સોસાયટીના મામલે કોર્ટે 66 આરોપીઓમાંથી 24ને દોષી ઠેરવ્યા હતા અને 36ને મુક્ત કરી દીધા હતા. આ મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોની હત્યા કરવામાં આવી હતી. 
 
જકિયા જાફરીની લડાઈ 
 
77 વર્ષની જકિયા જાફરી ન્યાયની લડાઈની આઈકોન બની ગઈ છે.  તેમણે પણ પોતાના પતિ અને કોગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીને ગુમાવ્યા. 14 વર્ષથી બીમારી છતા તે સતત જુદી જુદી એજંસીઓમાં ન્યાયની લડાઈ લડી રહી છે.  એસઆઈટીથી લઈને કોર્ટ સુધી દર્ક જગ્યાએ લડાઈ લડી છે. 
 
શુ થયુ હતુ 
 
28 ફેબ્રુઆરી 2002ના રોજ હજારોની હિંસક ભીડે ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરી દીધો હતો. તેમા 69 લોકો માર્યા ગયા હતા. જેમા પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરી પણ હતા. 39 લોકોની લાશ જપ્ત થઈ હતી અને 30 લાપતા લોકોને સાત વર્ષ પછી મૃત માનવામાં આવ્યા હતા.