રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ 
ચોખા Rice - 1 કપ 
ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) 
લીલી ડુંગળી Green onion – 01 (ઝીણી સમારેલી) 
ડુંગળી Onion – 01 (ઝીણી સમારેલી) 
ઈનો Eno – 01 પાઉચ 
લીલા ધાણા - લીલા ધાણા સમારેલા - 1 જુડી (ઝીણી સમારેલી) 
લીલા મરચા -  Green chillies – 03  (ઝીણા સમારેલા) 
તેલ Oil – તળવા માટે 
મીઠુ Salt – સ્વાદમુજબ 
 
વેજ ઑમલેટ બનાવવાની રીત - વેજ ઑમલેટ બનાવવા માટે ચોખા અને દાળને જુદા જુદા ધોઈ લો અને પાંચ કલાક માટે પલાળી દો. પલાળ્યા પછી બંને વસ્તુઓને મિક્સરમાં જુદી જુદી વાટી લો..  વાટેલી બંને વસ્તુઓ મિક્સ કરીને તેમા મીઠુ નાખીને હલાવી લો. 
 
હવે ગેસ પર તવો મુકી તેને ગરમ કરો. તવો ગરમ થઈ જ્યા કે તેની ઉપર થોડુ તેલ નાખીને તેને ફેલાવી લો અને તેને પણ ગરમ થવા દો.  જ્યા સુધી તવો ગરમ થઈ રહ્યો છે. દાળ ચોખાના પેસ્ટમાં સમારેલા ટામેટા, ડુંગળી, લીલા મરચા અને લીલા ધાણા અને ઈનો મિક્સ કરી લો ત્યારબાદ તૈયાર મિશ્રણને તેમા નાખો અને તેને સારી રીતે હલાવી લો. 
 
હવે લગભગ એક કપ મિશ્રણને ગરમ તવા પર નાખો અને જાડુ જાડુ થર તવા પર ફેલાવી દો. ગેસનો તાપ ધીમો કરીને આમલેટ સેંકાવા દો. 
 
જ્યારે આમલેટ એક બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનુ થઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક પલટાવી દો અને બીજી બાજુથી પણ તેને સેંકી લો. 
 
હવે તમારુ વેજ ઑમલેટ તૈયાર છે. તેને ગરમા ગરમ પ્લેટમાં કાઢો અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.