Last Modified: નવી દિલ્હી , રવિવાર, 20 સપ્ટેમ્બર 2009 (15:37 IST)
વિશ્વ કપ રદ્દ થવો દેશ માટે દુખદ : રાઠોડ
આંતરરાષ્ટ્રીય ઓલંપિક મહાસંઘના અધ્યક્ષ માઇક ફેનેલે રાષ્ટ્રમંડળ રમતોના ‘આંશિક અસફળ’ હોવાની આશંકા વ્યક્ત કર્યા બાદ જ માર્ચમાં દિલ્હીમાં યોજાનારા આઈએસએસએફ પિસ્ટલ એંડ રાઇફલ વિશ્વ કપ ચરણને પણ રદ્દ કરી દેવામાં આવ્યું જેનાથી દેશના ટોચના નિશાનેબાજ ઘણા નિરાશ છે.
એથેંસ ઓલંપિકમાં રજત પદક જીતનારા ડબલ ટ્રૈપ નિશાનેબાજ રાજ્યવર્ધન સિંહ રાઠૌર વિશ્વ કપના રદ્દ થવાથી ઘણા નિરાશ છે અને તેણે કહ્યું કે, આ ભારત માટે ઘણી દુખદ ખબર છે.
રાજીવ ગાંધી ખેલ રત્ન પ્રાપ્ત કરી ચૂકેલા રાઠોરે કહ્યું, આગામી વર્ષે દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત યોજાવાની છે અને આ અગાઉ આ બધુ બનવું દેશ માટે ઘણા દુખદ સમાચાર છે.