ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મોદીનો 14 અને 26મીનો કાર્યક્રમ નિશાના પર

લશ્કર-એ-તોયબાના આતંકીઓની કબૂલાત

P.R
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પહેલેથી આતંકીઓના નિશાના પર છે. તાજેતરમાં રાષ્ટ્રીય તહેવરો ઉપરાંત નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકી હુમલા અંગે કેન્દ્રીય ગુપ્તચર વિભાગે ચેતવણી પણ આપે છે ત્યાં સુધી કે કેન્દ્રીય ગુપ્તચર એજંસીએ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસને સતર્ક રહેવ સાથે 12 આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી આપી હતી. ઉપરાંત મુખ્યમંત્રી મોદીનો 14મી જાન્યુઆરીએ વાઈબ્રંટ મહોત્સવ અથવા સૂરતનો 26 જાન્યુઆરીનો કાર્યક્રમ નિશાન પર હોવાની ભીતી સેવાઈ રહી છે. જેને પગલે મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગુપ્તચર એજંસીએ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસને સતર્ક રહેવા સાથે 12 આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી આપી હતી. પહેલા તો અ માહિતીને આઈબીની જનરલ ઈનપુટ તરીકે લેખવામાં આવી હતી, પર6તુ ખરેખર આ માહિતીમા શુ છે તે અંતે છણાવટ કરતા જાણવા મળ્યુ હતુ કે ગુજરાત એટીએસ અએન મુંબઈ એટીએસની ટીમ દ્વારા દોઢ માસ અગાઉ વાપીમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. લશ્કર-એ-તોયબાના આ બંને વ્યક્તિઓ અંગે તે સમયે કેન્દ્રીય ગુપ્તચર એજંસીનુ મોબાઈલ ઈંટરસેપ્ટની કામગીરી દરમિયાન જાણકારી મળી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર એટીએસ બંને આ માહિતી પર કામ કરી રહી હતી. બંને આતંકવાદી મહંમત શરીફ મખ્ખનદેન ઠાકુર(33) અને મોહમંદ રસિક કોમિક(29)ને ગત તા. 15મી નવેમ્બરે પકડી પાડ્યા હતા. આ બંનેની મુંબઈ એટીએસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા પોલીસ ચોંકી ગઈ હતી. કાર્ણ કે ટેંકર ડ્રાઈવર બનીને ધૂસેલા આ બંને યુવકો સેલવાસ તેમજ હજીરાની ઓઈલ ઈંડસ્ટ્રીઝમાં આંટો મારી આવ્યા હતા અને લશ્કર-એ-તોયબા દ્વારા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મિલિટરી કેમ્પ પણ ટાર્ગેટ પર હોવાની કબૂલાત કરી હતી.