શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2024 (07:28 IST)

મહિલા સાંસદ સાથે કેજરીવાલના ઘરમાં મારામારી

Swati Maliwal News: બીજેપી નેતા કપિલ મિશ્રાએ સોમવારે (13 મે) આમ આદમી પાર્ટી (AAP) નેતાઓ વિશે સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેણે X પર લખ્યું કે સ્વાતિ માલીવાલને આજે સવારે કેજરીવાલના ઘરે પોલીસ કેમ બોલાવવી પડી? શું કેજરીવાલના PA વિભવ કુમારે સ્વાતિ માલીવાલને માર માર્યો હતો? શું મુખ્યમંત્રી કાર્યાલય કોઈ સ્પષ્ટતા આપશે?  સોમવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ(PA) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો કે, ‘મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે દિલ્હીના સીએમ હાઉસમાં તેમની સાથે મારામારી કરી હતી.’
 
માલીવાલે પીસીઆર કોલ પણ કર્યો હતો
અધિકારીએ કહ્યું કે માલીવાલે પીસીઆર કોલ પણ કર્યો હતો અને મારામારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સવારે લગભગ 10 વાગ્યે બે કોલ આવ્યા હતા. સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ માટે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. હાલમાં દિલ્હી પોલીસ, સ્વાતિ માલીવાલ, આમ આદમી પાર્ટી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
 
ભાજપે પણ આપી પ્રતિક્રિયા
 
સ્વાતિ માલીવાલના આરોપો પર ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે, દિલ્હીના મુખ્યમંત્રીના PA એ તેમની સાથે મારપીટ કરી છે. આ કોલ દિલ્હીના CM હાઉસ ( મુખ્યમંત્રી નિવાસસ્થાન)માંથી કરવામાં આવ્યો હતો. યાદ રહે કે સ્વાતિ માલીવાલે કેજરીવાલની ધરપકડ પર મૌન જાળવ્યું હતું. તે સમયે તે વાસ્તવમાં ભારતમાં પણ ન હતી અને લાંબા સમયથી ભારત પરત આવી ન હતી.