ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 23 એપ્રિલ 2022 (23:18 IST)

KKR vs GT Live:ગુજરાત ટાઇટન્સે લગાવી જીતની હેટ્રિક, છેલ્લી ઓવરમાં કોલકાતાને 18 રન બનાવવા ન દીધા

KKR vs GT: ગુજરાતની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ રનથી હરાવી સિઝનની છઠ્ઠી જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 156 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 148 રન જ બનાવી શકી અને આઠ રનથી મેચ હારી ગઈ.
 
ગુજરાતે કોલકાતાને આઠ રનથી હરાવ્યું. કોલકાતાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. આન્દ્રે રસેલ  સ્ટ્રાઈક પર હતો અને તેના માટે આ બહુ મુશ્કેલ કામ નહોતું. તેણે પ્રથમ બોલ પર સિક્સર પણ ફટકારી હતી, પરંતુ બીજા બોલ પર તે આઉટ થઈ ગયો હતો અને આ સાથે જ કોલકાતાની હાર નક્કી થઈ ગઈ હતી. બાકીના ચાર બોલમાં ઉમેશ અને સાઉથી મળીને ત્રણ રન બનાવી શક્યા અને કોલકાતાની ટીમ આઠ રનથી મેચ હારી ગઈ.
 
 
રિંકુ સિંહ પાસે તક 
IPL 2022 KKR vs GT, Live Score: રિંકુ સિંહે કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. આજે તેની પાસે પોતાને સાબિત કરવાની તક છે. તેણે ફિલ્ડિંગમાં પણ અજાયબીઓ કરી હતી. તેણે કુલ 4 કેચ લીધા
 
 શ્રેયસ અય્યર આઉટ
IPL 2022 KKR vs GT, લાઈવ સ્કોર: યશ દયાલે KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને 7મી ઓવરના પ્રથમ બોલ પર સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો. KKRને મોટો ઝટકો લાગ્યો છે. યશને લાવવાનો કેપ્ટન પંડ્યાનો મોટો નિર્ણય. અય્યર માત્ર 12 રન બનાવી શક્યો હતો   

 રિંકુ સિંહની વિકેટ પડી
IPL 2022 KKR vs GT,Live Score: રિંકુ સિંહ KKRનુ મેચમા કમબેક કરાવી રહ્યા હતા. તેમણે વેંકટેશ અય્યર સાથે 45 રનની ભાગીદારી પણ નોંધાવી હતી, પરંતુ 13મી ઓવરના પહેલા બોલ પર તે યશ દયાલના હાથે કેચ આઉટ થયો હતો અને સાહાને કેચ આપી બેઠો હતો. રિંકુએ 35 રન બનાવ્યા હતા.