શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: રવિવાર, 28 મે 2023 (00:32 IST)

ગુજરાત સામેની મેચ પહેલા CSK ના કોચનો ખુલ્લો પડકાર! હાર્દિકને નહી ગમે આ વાત

dhoni vs hardik
IPL 2023: IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાવાની છે. CSKની ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતને હરાવીને પ્રથમ ફાઈનલની ટિકિટ કાપી હતી. બીજી તરફ, ગુજરાતે તાજેતરમાં જ બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સને ખરાબ રીતે હરાવીને સતત બીજી ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ મેગા મેચ પહેલા એકબાજુ કેટલાક ફેન્સ CSKની જીતના સપના જોઈ રહ્યા છે તો બીજી બાજુ કેટલાક ફેન્સ માને છે કે હાર્દિકનું ગુજરાત સતત બીજું ટાઈટલ જીતશે. પરંતુ આ મેચ પહેલા CSKના મુખ્ય કોચે ગુજરાતને ખુલ્લો પડકાર આપ્યો છે.
 
ફાઈનલ પહેલા સ્ટીફન ફ્લેમિંગનો પડકાર
ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે શનિવારે જણાવ્યું હતું કે તેમની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રવિવારની IPL ફાઇનલ માટે પહેલા કરતાં ટીમ વધુ સારી રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે તેમની ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર છે અને ભૂતકાળમાં તેમણે પરિસ્થિતિઓ અને પીચોનું મૂલ્યાંકન કરવામાં ભૂલો કરી હતી. રવિવારે ફાઈનલના દિવસે વરસાદની સંભાવના છે. ફ્લેમિંગે મેચ પહેલા કહ્યું હતું કે અમે ચેન્નઈ માટે ખુદને એટલી સારી રીતે તૈયાર કરી કે કેટલાક પ્રસંગોએ અમને વિરોધી ટીમના મેદાન પર લડવું પડ્યું હતું. તેથી ફાઇનલમાં થોડો પડકાર હશે પરંતુ ફાઇનલ જીતવાનો અમારો રેકોર્ડ 50 ટકાનો છે.
 
ફાઈનલ પહેલા ચિંતા નથી
ફ્લેમિંગે કહ્યું કે અમને ફાઇનલમાં કેવા પ્રકારની પરિસ્થિતિ મળશે તેને લઈને અમે ચિંતિત નથી. બેમાંથી એક પીચ પસંદ કરવામાં આવશે પરંતુ અમને ચિંતા નથી. અમે પહેલા કરતા આ વખતે ફાઈનલ માટે વધુ સારી રીતે તૈયાર છીએ. 
 
દરમિયાન, ગુજરાત ટાઇટન્સ ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે ઘરની પરિસ્થિતિની સારી સમજણથી તેની ટીમને મદદ મળશે. સોલંકીએ કહ્યું કે અમે અહીં ઘણી મેચ રમી છે અને આ કિસ્સામાં અમે ચોક્કસપણે સારી સ્થિતિમાં છીએ. અમે ગયા વર્ષે અહીં ફાઈનલ રમ્યા હતા અને મોટી મેચોમાં સફળ રહ્યા હતા