શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (23:12 IST)

ઝવેરી કમિશને રિપોર્ટ CMને સોંપ્યો, આ રિપોર્ટને આધારે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ

cm bhupendra
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામાં આવી હતી. આ પંચની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રીપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે આજે ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. પંચના અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના વડપણ હેઠળ રીપોર્ટ સોંપવામાં આવ્યો છે અને આ રીપોર્ટના આધારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે.

આ રીપોર્ટ પેન્ડીંગ હોવાના કારણે તાલુકા પંચાયતની ચૂંટણીઓ અટકી હતી. હવે આ રીપોર્ટના આધારે ચૂંટણીઓ થશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે વસ્તી રિઝર્વેશન પર અભ્યાસ કરીને આ રીપોર્ટ સોંપવામાં આવ્યો છે.  સરકારે જુલાઈ 2022 મા આયોગની રચના કરી હતી.ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે.

રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે  સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી.આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી.