બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

આખી દુનિયામાં થઈ રહી છે ગુજરાતની વાહવાહ, કેવું છે મોદીનું મીડિયા 'મેનેજમેન્ટ'?

P.R
નરેન્દ્ર મોદી સરકાર પર અવારનવાર આરોપ લાગતા રહે છે કે તે રાજ્યની એક ખુબસુરત તસવીર રજૂ કરીને લોકોને બેવકૂફ બનાવી રહી છે અને 2002ના ગુજરાતના રમખાણોની ખોફનાક તસવીરને છુપાવી રહી છે.

આલોચકો કહે છે કે આ નરેન્દ્ર મોદીની મીડિયા મશીનરીનો કમાલ છે કે દુનિયાના મોટા-મોટા મેગેઝીન રાજ્યની કથિત આર્થિક પ્રગતિનું ગુણગાન ગાઈ રહ્યા છે.

મોદી પર વોલસ્ટ્રીટ જર્નલના એક લેખનું મથાળું હતું, ‘ધીમે પડી રહેલા ભારતનો ઉભરતો સિતારો’. ટાઈમ મેગેઝીને મોદીને પોતાની મુખ્ય સ્ટોરીમાં જણાવ્યું હતું કે મોદી મતલબ વેપાર. આલોચકો તેને મોદીના મીડિયા મેનેજમેન્ટનો કમાલ ગણાવે છે પરંતુ મોદીના સમર્થકો અનુસાર ગુજરાતની સફળતાઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ સ્વીકારાઈ રહી છે અને આ લેખ તેનો પુરાવો છે.

એક વરિષ્ઠ પત્રકારના જણાવ્યા અનુસાર મોદીની મુખ્ય મીડિયા ટીમમાં કે. કૈલાશનાથન,વી. થીરૂપુગ્ગલ, ભરત લાલ, જગદીશ ઠક્કર, સંજય ભાવસાર, કાકુભાઈ અને મૌલિક ભગત મુખ્ય નામ છે.

ટ્વિટર પર મોદીને લગભગ નવ લાખ લોકો ફોલો કરે છે અને તેમના ફેસબૂક પેજને પણ સાત લાખ લોકો લાઈક કરે છે. મોદીની પોતાની વેબસાઈટ અને બ્લોગ છે. બે પીઆર કંપની, મ્યુચ્યુઅલ પીઆર અને એપ્કો વર્લ્ડવાઈડ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ગુજરાતના કવરેજનો ખ્યાલ રાખે છે.

એપ્કોએ ગુજરાતની આકૃતિ મીડિયા સાથે ભાગીદારી કરી છે. આકૃતિના માલિક પણ મોદીના મીડિયા કેમ્પેઈનનો મુખ્ય હિસ્સો છે.

એપ્કો મૂળ અમેરિકન કંપની છે.

મોદીનું પીઆર વર્ક સંભાળતી એક કંપનીની 18 લોકોની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય મીડિયામાં ગુજરાતના કવરેજ પર ધ્યાન રાખી રહી છે. આ કંપનીનું કહેવું છે કે ગુજરાત સરકારની સરકારી યોજનાઓ વિશે લોકો સુધી માહિતી પહોંચાડવી તેમની કોશીશ રહે છે. પરંતુ ગુજરાતની ઉજ્જવળ વિકાસની તસવીર ખરેખર અસત્યથી ભરેલી છે તે આરોપ પર તેનું કહેવું છે કે આપણે સૌ એક જ વર્ગના લોકો છીએ. કેટલાક થોડા નારાજ તો કેટલાક થોડા નિષ્પક્ષ. આ તો રમતનો એક હિસ્સો છે.

ગુજરાત સરકાર સાથે કામ કરતી આ કંપનીનું કહેવું છે કે કોઈપણ ગુજરાતી અધિકારી પાસેથી માહિતી મેળવવામાં કોઈ સમસ્યા નથી થતી. અમે બીજી પણ રાજ્ય સરકારો માટે કામ કરીએ છીએ પરંતુ તેનો અનુભવ ગુજરાત સરકાર જેટલો સારો નથી.

ગુજરાત પર સકારાત્મક સ્ટોરી લખનારા પત્રકારો પર પણ પક્ષપાતપૂર્ણ હોવાના આરોપ લાગતા રહે છે.

નવું સ્વરૂપ

એપ્કો વર્લ્ડવાઈડના તો કોઈપણ અધિકારી મોદી વિશે છપાયેલા લેખ અંગે કંઈ બોલવા તૈયાર નથી. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર એપ્કો વર્લ્ડ વાઈડને મુખ્યરૂપે વિદેશોમાં ખાસ કરીને અમેરિકામાં નરેન્દ્ર મોદીની છાપ સુધારવા રોકવામાં આવી છે, પરંતુ એપ્કોએ અનેકવાર સત્તાવાર જાહેરાત કરી છે કે મોદી સરકાર સાથે તેનું કામકાજ ગુજરાતમાં રોકાણ વધારવા માટે યોજાતા વાઈબ્રન્ટ ગુજરાત અને રાજ્ય માટે વેપાર સુધી જ સિમિત છે.

એપ્કોએ વાઈબ્રન્ટ ગુજરાતનું કામ બે વર્ષથી સંભાળ્યું છે. તેમાં અમેરિકાના રાજનીતિજ્ઞો, વરિષ્ઠ પત્રકાર, તેમજ રાજનયિકો સામેલ છે. એપ્કોની વેબસાઈટ અનુસાર તેના દિલ્હી અને મુંબઈના પ્રમુખ સભ્યોની યાદીમાં અમેરિકામાં ભાતના રાજદૂત રહી ચુકેલા તિમોથઈ રોમર પણ સામેલ છે.

એપ્કોના એક અધિકારીએ અખબાર મેલ ટૂડેને એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે એપ્કોનું કામ દુનિયાભરમાં ગુજરાતનો એક ફાયદાવાળા રાજ્ય તરીકે પ્રચાર કરવાનું છે.