શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2024 (18:20 IST)

Vidhansabha Elections Updates - મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન

Maharashtra Elections voting Live updates: મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો માટે બુધવાર (20 નવેમ્બર)ના રોજ સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થયુ. બપોરે 3 વાગ્યા સુધી પ્રદેશમાં 45.53% ટકા મતદાન થયુ. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો માટે બુધવારે (20 નવેમ્બર) ના રોજ સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ.  બપોરે 3 વાગ્યા સુધી પ્રદેશમાં 45.53% મતદાન થયુ. સૌથી વધુ 62.99% વોટિંગ નક્સલ પ્રભાવિત ગઢચિરૌલીમાં થઈ.  
 
 મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણીપંચે આપેલી જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58.22 ટકા મતદાન થયું છે. જ્યારે કે ઝારખંડમાં બીજા ચરણ માટે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં 67.59 ટકા મતદાન થયું છે. ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર મતદાન કર્યું હતું.
 
ગાંધીજીનાં હિંદ છોડો આંદોલનમાં ભાગ લેનારા સ્વતંત્ર સેનાની જી.જી.પરીખે 103 વર્ષની વયે મુ્બઈના મલબાર હિલ મતવિસ્તારમાં મતદાન કર્યું હતું. નાંદગાંવ વિધાનસભા ક્ષેત્રમાં શિવસેનના સુહાસ કાંડે અને અપક્ષ ઉમેદવાર સમીર ભુજબળના સમર્થકો સામસામે આવી ગયા હતા.
 
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 288 બેઠકો માટે તથા ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટ સચીન તેંડુલકરે પોતાના પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પણ મતદાન કર્યું હતું.
 
ખાસ રાજકીય નેતાઓની વાત કરીએ તો એનસીપી (શરદ પવાર જૂથ) નેતા અને સાંસદ સુપ્રિયા સુલે, અજિત પવાર અને ભાજપના નેતા ચંદ્રકાંતદા પાટીલે પણ મતદાન કર્યું હતું.
 
 
ઝારખંડમાં પહેલા તબક્કામાં 43 બેઠકો પર સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.
 
મહારાષ્ટ્રમાં આજે એક જ તબક્કામાં 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કુલ 9.70 કરોડ મતદારો મળીને 41436 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છે. જેમાં 5 કરોડ પુરુષ મતદારો અને 4.69 કરોડ મહિલા મતદારો છે. 22.2 લાખ મતદારો પ્રથમ વાર આ ચૂંટણીમાં મતદાન કરશે.

મહારાષ્ટ્રમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી
અહમદનગર - 61.95 ટકા અકોલા - 56.16 ટકા અમરાવતી - 58.48 ટકા ઔરંગાબાદ - 60.83 ટકા બીડ - 60.62 ટકા ભંડારા - 65.88 ટકા બુલઢાના - 62.84 ટકા ચંદ્રપુર - 64.48 ટકા ધુલે - 59.76 ટકા ગરચી - 59.76 ટકા ગોંડિયા - 65.09 ટકા, હિંગોલી - 54.69 ટકા, જલના - 64.17 ટકા, લેટુર - 61.43 ટકા, મુંબઇ સિટી - 49.07 ટકા, નાગપુર - 56.06 ટકા, નેન્ડેડ - 55.88 ટકા, નંદબાર - 63.72 ટકા. ટકા પરભણી - 62.73 ટકા પુણે - 54.09 ટકા રાયગઢ - 61.01 ટકા રત્નાગિરી - 60.35 ટકા સાંગલી - 63.28 ટકા સતારા - 64.16 ટકા સિંધુદુર્ગ - 62.06 ટકા સોલાપુર - 57.09 ટકા થાણે - 49.76 ટકા, વર્ધા - 63.50 ટકા, વાશિમ - 57.42 ટકા, યવતમાલમાં 61.22 ટકા મતદાન.