રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 મે 2019 (12:02 IST)

પાણીનો પોકારઃ કેબીનેટ મંત્રીની પાણી પહોંચાડવાની વાત પણ કોંગ્રેસની આંદોલનની ચીમકી

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં જ પાણીનો વિકરાળ પ્રશ્ન ઉભો થતાં વિરોધ પક્ષ કોંગ્રેસ મેદાન પડ્યો છે.  કોંગ્રેસે આ મુદ્દે જસદણમાં આંદોલનની ચીમકી આપી છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આઠ દિવસમાં પાણી અને પશુને ઘાસચારો પુરો પાડવામાં નહીં આવે તો આંદોલન કરશે. આ અંગે કુંવરજી બાવળિયાએ મીડિયાને કહ્યું હતું કે રાજ્યમાં પાણી સ્થિતિની સમીક્ષા કરી છે અને જ્યાં અછત છે ત્યાં ટેન્કરોથી પાણી પહોંચાડવાનું આયોજન છે. તેમણે પાણી ચોરોને ચેતવણી આપતા કહ્યું હતું કે પાણીની ચોરી કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થશે. તેમણે કહ્યું, “ પીવાના પાણીની જે સમસ્યા હતી ત્યાં જરુરિયાત પણે ટેન્કોર કરવા, બોર સુકાઈ ગયા હોય તો ઉંડા કરી અને હેન્ડ પંપ મૂકવા, અને દરિયાઈ વિભાગમાં જ્યાં તળાવ સુકાઈ ગયા હોય ત્યાં તળાવ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.” કચ્છની સમસ્યા વિશે બાવળિયાએ કહ્યું, “ કચ્છમાં છેવાડાના ગામડે અને યોજના સાથે જોડાયેલા ગામને પાણી પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપી છે. પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ક્યાંય પણ ચોરી થતી હોય તો તેને અટકાવવા માટે સૂચના આપવામાં આવશે. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ શિંગાળાએ કહ્યું હતું કે 10 દિવસે પાણી મળી રહ્યું છે. જ્યારે અમુક ગામમાં ટેન્કરો પણ શરૂ થયા નથી. બહેનો અને દીકરીઓને પશુના પાણી પીવાના હવાડેથી પાણી ભરવું પડે તો કેટલી વિકટ સ્થિતિ કહેવાય. જો પ્રાંત અધિકારી છથી સાત દિવસમાં અમારા વિસ્તારમાં પાણી પૂરતું નહીં મળે તો ચોક્કસથી આંદોલન કરવામાં આવશે.