ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : સોમવાર, 22 એપ્રિલ 2019 (15:17 IST)

આતંકવાદીઓને ખબર છે કે બોમ્બ ધમાકો કર્યો તો મોદી પાતાળમાંથી પણ શોધીને ખાત્મો કરશે - નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના નાસિકમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યુ કે હવે કોઈપણ ભારતને આંખ બતાડતા પહેલા સો વખત વિચાર કરે છે. તેમને કહ્યુ કે અમે આતંકી ફેકટરીમાં ઘુસીને તેને ખતમ કરી નાખી. હવે આતંક ફક્ત જમ્મુ-કાશ્મીર સુધી જ સમેટાઈ ગયો છે.  આતંકવાદીઓને જાણ છે કે જો બોમ્બ ધમાકો કર્યો તો મોદી પાતાળમાંથી પણ કાઢીને ખતમ કરી નાખશે. 
 
તેમણે કહ્યુ - દેશમાં એક એવી જમાત પણ છે જે એક દિવસ સરકાર બનાવે છે અને બીજા દિવસે પાડી નાખે છે.  હુ જ્યારે 2014માં પહેલીવાર ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે તેમણે મને કહ્યુ હતુ કે વિદેશ નીતિ કેવી રીતે સાચવશો. ત્યારે મે કહ્યુ હતુ કે અમે દુનિયા સાથે આંખ ન તો નીચી કરીને વાત કરીશુ કે ન તો આંખો ઉઠાવીને વાત કરીશુ. અમે તો આંખ સાથે આંખ મેળવીને વાત કરીશુ. 
 
શ્રીલંકામાં નર રાક્ષસોએ ખૂની રમત રમી 
 
મોદીએ કહ્યુ ઈસ્ટરના દિવાસે જ્યારે શ્રીલંકામાં લોકો શાંતિનો સંદેશ આપી રહ્યા હતા ત્યારે નર રાક્ષસોએ આવીને લોહિયાળ રમત રમી. મારી સરકાર પહેલા ભારતમાં અનેક સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ થતા હતા અને ત્યારે કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી. તેઓ ધમાકા પછી ફ્કત શ્રદ્ધાંજલિ સભાઓ કરતા હતા. ત્યારે સરકાર રડતી હતી કે પાકિસ્તાન આપણા દેશમાં આવીને આવુ કરે છે. હવે તમારા આ ચોકીદારે કોંગ્રેસ-એનસીપીનો આ ભય ખતમ કરી નાખ્યો. 
 
કોંગ્રેસ વચેટીયોને ફાયદો પહોંચાડતી હતી 
 
મોદીએ કહ્યુ હુ તમને કોંગ્રેસની એક ચાલાકી પણ જણાવી દઉ છુ. વચેટિયાઓને ફાયદો આપવા માટે પાકની કિમંતોથી આ રમત રમતા હતા. કોંગેસ સરકારે વચેટિયાઓને હંમેશા બચાવ્યા છે. અમારી સરકારે વચેટિયાઓને પકડવાનુ કામ કર્યુ છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નદીઓને લઈને પણ ગેરમાર્ગે દોરી રહી છે. 
 
પાંચ એકરની જમીનના નિયમ હટાવી દેવાશે 
 
મોદીએ કહ્યુ, 'આદિવાસી બાળકોના અભ્યસ માટે એકલવ્ય મૉડલ શાળા ખોલવામાં આવી રહી છે.  આદિવાસી હસ્તશિલ્પ કલાના પ્રચાર પ્રસાર માટે ઓનલાઈન માધ્યમનો વિકાસ કરવામાં આવ્યો. અન્નદાતા ખેડૂત માટે બીજથી લઈને બજાર સુધી મજબૂત માળખુ તૈયાર કર્યુ છે. અનેક ખેડૂત પરિવારના ખાતામાં મદદ રાશિ અને યોજનાઓની રકમ પણ આવી ચુકી છે. ફરીથી મોદી સરકાર આવતા મહારાષ્ટ્રમાં પાંચ એકરની જમીનના નિયમ હટાવી દેવામાં આવશે. ડુંગળીના ટ્રાંસપોર્ટેશનમાં લાગનારા ખર્ચને પણ ઘટાડવામાં આવશે.