રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated :અમદાવાદ , મંગળવાર, 12 માર્ચ 2024 (21:26 IST)

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ગુજરાતના સાત ઉમેદવારો જાહેર થયા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપે 15 બેઠકો પર મુરતિયા જાહેર કરી દીધા છે.  હવે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ છે. જેમાં પોરબંદર, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, બારડોલી, વલસાડના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આ વખતે કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર તથા પોરબંદરથી લલિત વસોયાને ટીકિટ આપી છે. વલસાડ બેઠક પર અનંત પટેલ અને બારડોલી બેઠક પર સિદ્ધાર્થ ચૌધરીને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તા ચૂંટણી લડશે જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. કચ્છ બેઠક પરથી નિતેશ લાલન ચૂંટણી લડશે
 
ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી નહીં લડે
ભાજપમાંથી મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવ્યા બાદ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેમ કોંગ્રેસમાં પણ બે નેતાઓએ જાણે સાનમાં સમજી ગયા હોય અને સમય પારખી ગયા હોય તેમ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. 
 
ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.

 
2019માં કોંગ્રેસનો રકાસ
2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી ન હતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા.
 
2014માં કોંગ્રેસને એકેય બેઠક ન મળી
2009માં ગુજરાતમાં જેના 11 સાંસદ ચૂંટાયા હતા એ કોંગ્રેસનો 5 વર્ષ બાદ 2014ની ચૂંટણીમાં સફાયો થઇ ગયો. 2014માં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર જીતી શક્યો નહોતો.