ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (16:16 IST)

ભાજપ માટે અમારા નેતાઓ કાલ સુધી ખરાબ હતા હવે દુધથી ધોવાઈ ગયા: શક્તિસિંહ ગોહિલ

Gujarat Congress Chief Shakti Singh Gohil
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી રહી છે. ત્યારે યાત્રાના રૂટની સમિક્ષા અને તૈયારીઓની સમીક્ષા કરવાના ભાગરૂપે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું. શક્તિસિંહ ગોહિલે અર્જુન મોઢવાડિયાનું નામ લીધા કહ્યું હતું કે, જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિરલા કહેતા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા એમના જ ખોળામાં આજે ભાજપ બેસી ગયું છે. 
 
ભારત કોંગ્રેસ મુક્ત નહીં થાય પણ ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહ્યું છે
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ એક બાજુ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે. આંગળીના વેઢે ગણાય એટલા જ કોંગ્રેસીઓ જાય છે એનાથી અમને કોઈ ફરક નહીં પડે. ભારત તો કોંગ્રેસ મુક્ત નહીં થાય પણ આખું ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહ્યું છે. ભાજપને કામના નામે મત નથી મળવાના એમણે તો કારનામા કર્યા છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે. અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે દુધે ધોયેલા થઈ ગયા.કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે,ભાજપ દેશના સંવિધાનના મૂલ્યો તોડી કોંગ્રેસને તોડે છે અને અનૈતિક રીતે પોતાની વિચારધારા ફેલાવે છે.
 
યાત્રાનો આજનો કાર્યક્રમ
રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. ધ્વજ હસ્તાંતરણ બાદ ઠુઠી કાંકસીયા સર્કલ પહોંચશે, અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુવડીયા સર્કલથી ચકલીયા સર્કલ તરફ અને ત્યાંથી લીમડી તરફ જશે. આજના દિવસની યાત્રા ઝાલોદ બાયપાસ, કંબોઈધામ ખાતે વિરામ લેશે.