રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (11:15 IST)

કંગનાએ શિવસેના પર કર્યો પ્રહાર, કહ્યું ‘ક્રૂરતા-અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય, જીત હંમેશા ભક્તિની થાય છે’

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હાલ શિવસેના સાથે વિવાદને લઇને ચર્ચામાં છે. પહેલાં સુશાંત કેસમાં મુંબઇ પોલીસ પર સવાલ ઉઠાવનાર કંગન રનૌત સીધી રીતે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતી જોવા મળી રહી છે. ગત મંગળવારે બીએમસીએ કંગના રનૌતની મુંબઇ ઓફિસ પર બુલડોઝર ચલાવી દીધું, પરંતુ કંગનાનો આત્મવિશ્વાસ ડગમડ્યો નથી. પહેલાં કંગના રનૌતે બીએમસીની આ કાર્યવાહી બાદ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે સીધ પ્રહાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો  હતો અને હવે ફરી એકવાર એક ટ્વીટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.