બે સ્ત્રીઓ લાંબા સમય પછી મળી. એકે બીજીન પૂછ્યુ - કેમ પછી તારા રાજુ દીકરાએ અંગૂઠો ચૂસવાનુ કેવી રીતે છોડ્યુ ?
'કંઈ ખાસ નહી' તેને ઢીલી ચડ્ડી પહેરાવી દીધી છે તો બસ આખો દિવસ તેને જ પકડી રાખે છે.
નાનકી - માઁ, તમારો કૂતરો ખૂબ મસ્તીખોર છે. હમણાં તેને મારુ પુસ્તક ચાવી લીધુ.
માઁ - લાવ દંડો, હું એને સજા આપુ.
નાનકી -માઁ સજા તો હું એને આપી દીધી છે. તેના પ્યાલામાં જે દૂધ તેને માટે રાખ્યુ હતુ તે હું પી ગઈ
માઁ એ બાળકને માર્યુ તો તે રડતો રડતો પલંગ નીચે સંતાઈ ગયો. પપ્પા રૂમમાં આવ્યા અને પલંગ નીચે વળીને જોવા લાગ્યા.
બાળક તરત જ બોલ્યુ - તમે પણ સંતાવા આવી રહ્યા છો ? તમને પણ મમ્મીએ માર્યુ ?
એક બાળકની પેંસિલ ખોવાઈ ગઈ હતી. એક દિવસ અ તે પોતાના જેવી જ એક પેંસિલ પોતાના મિત્રના હાથમાં જોઈને બોલ્યો - લાવ, આ પેંસિલ મારી છે.
તેના મિત્રએ જવાબ આપ્યો - કેવી પેંસિલ ? આ તો મારી છે.
મમ્મી !
હા, બેટા.
જુઓ, પેલો ગધેડો જઈ રહ્યો છે ને ?
હા, બેટા, એ ગધેડો જ જઈ રહ્યો છે
પણ મમ્મી, ડેડી મને ગધેડો કેમ કહે છે ? આ તેમનો કોણ લાગે છે, જેની સાથે તેઓ મારુ નામ જોડી દે છે.
શિક્ષક આશીષને - જ્યારે હુ ભણાવી રહ્યો હતો ત્યારે તુ વાત કરી રહ્યો હતો.
આશીષ - નહી સર, તમને કોઈ ગેરસમજ થઈ છે, હું જ્યારે ઉંધતો હોય ત્યારે બિલકુલ વાત નથી કરતો.
એક નેતા ભાષણ આપી રહ્યા હતા.... આપણે હળીમળીને રહેવુ જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાના પ્રયત્નો કરવા જોઈએ...
એક સ્ત્રી વચમાં જ બોલી - હું ક્યારથી પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળા મને અહીં ઉભા જ નથી રહેવા દેતા.