Last Modified: નવી દિલ્હી , સોમવાર, 12 મે 2008 (20:52 IST)
યામાહા દ્વારા વધુ બે બાઈક લોન્ચ કરાશે
નવી દિલ્હી. દ્વીચક્રિ વાહન નિર્માતા કંપની યામાહા દ્વારા આ વર્ષે વધુ બે મોડલ બહાર પાડવામાં આવશે તેવુ કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતુ. આર-15 અને એફઝેડ-150 નામના બે મોડલો બજારમાં ધૂમ મચાવશે તેવુ કંપનીના અધિકારીઓનુ માનવુ છે.
યામાહાના કાર્યકારી ઉપાધ્યક્ષ તાકાહિરો માએદાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ભારતીય બજારમાં વેચાણ વૃદ્ધી માટે કંપની દ્વારા બાઈકના વધુ બે મોડલ લોન્ચ કરવામાં આવશે. આર-15 થોડા સમયમાં લોન્ચ થશે, જ્યારે એફઝેડ દિવાળી સમયે લોન્ચ થશે.