સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (12:03 IST)

મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ દરમિયાન પાણીની બોટલ, નાસ્તો લઈ જવા પર પ્રતિબંધ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં દિવાળી જેવો માહોલ છે. આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ રમાશે. ગત વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 2 વાગ્યાથી મુકાબલો જામશે.

 
મેચ નિહાળવા આવતા દર્શકો સ્ટેડિયમમાં પાણીની બોટલ અને નાસ્તો લઈ જઈ શકશે નહીં. અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
 
મોટાભાગની હોટલો ધડાધડ બુકીંગ થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કેટલાક રસ્તા બંધ રાખવામાં આવશે. જેથી લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
 
સાથે જ સ્ટેડિયમ આસપાસ કે વૈકલ્પિક માર્ગ પર આડેધડ પાર્કિંગ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.