શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2024 (10:40 IST)

IPL 2024: ધોનીએ 37 રનની તોફાની ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો, તમામ રેકોર્ડ તોડી નાખ્યા

ધોની IPLના ઈતિહાસમાં 19મી અને 20મી ઓવરમાં 100 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો.
ધોની T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

MS Dhoni- ધોની IPLના ઈતિહાસમાં 19મી અને 20મી ઓવરમાં 100 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો.
ધોની T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
 
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં 16 બોલમાં અણનમ 37 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન ધોનીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.
 
ધોની આઈપીએલના ઈતિહાસમાં 19મી અને 20મી ઓવરમાં 100 સિક્સ ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેના પછી આ લિસ્ટમાં બીજા નંબર પર કિરોન પોલાર્ડ આવે છે, જેણે કુલ 57 સિક્સર ફટકારી છે.
 
આ સાથે ધોનીએ T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સુરેશ રૈનાને પછાડીને 3મા નંબર પર પહોંચી ગયો છે.
 
ધોનીના નામે T20 ફોર્મેટમાં કુલ 328 સિક્સર છે જ્યારે રૈનાના નામે 325 સિક્સ છે. ધોની કરતાં માત્ર રોહિત શર્મા અને વિરાટ કોહલી જ આગળ છે.