ઈ-બાઈકમાં બ્લાસ્ટ 1 મોત, 3 ગંભીર : બેડરૂમમાં ચાર્જિંગ દરમિયાન અકસ્માત, પતિનું મોત, પત્ની અને બે બાળકોની હાલત ગંભીર
આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં શનિવારે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટતાં 40 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટતાં માણસના બેડરૂમમાં આગ લાગી હતી, જે દરમિયાન વ્યક્તિની પત્ની પણ આગમાં દાઝી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે મહિલાની હાલત નાજુક છે. વિસ્ફોટમાં તેમના બે બાળકો પણ ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આવી જ એક ઘટના તેલંગાણાના નિઝામાબાદ શહેરમાં સામે આવી હતી, જ્યાં ઇલેક્ટ્રિક વાહનની બેટરી ફાટતાં 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વિજયવાડાના સ્વ-રોજગાર ડીટીપી કર્મચારી, કે. શિવકુમારે શુક્રવારે જ નવી ઇલેક્ટ્રિક બાઇક ખરીદી હતી. ઈલેક્ટ્રિક બાઇકની બેટરી શુક્રવારની રાત્રે બેડરૂમમાં ચાર્જિંગ પર હતી અને શનિવારની વહેલી સવારે જ્યારે રૂમમાં બધા સૂતા હતા ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો