સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 13 ઑક્ટોબર 2021 (12:24 IST)

અમદાવાદ: પાર્કિંગ ચાર્જમાં મોટા ફેરફાર

નવી પોલિસી તૈયાર:અમદાવાદમાં ટૂ-વ્હીલર માટે પ્રતિ કલાક 10થી 15 અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા
 
અમદાવાદમાં ટૂ વ્હીલરની પાર્કિંગ માટે નવા ચાર્જ વસૂલ કર્યા છે. હવે નવી પોલીસી પ્રમાણે અમદાવાદમાં ટૂવ્હીલર માટે પ્રતિ કલાક 10 થી 15 અને  ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા ચાલી રહી છે. 
 
આ નવી પોલિસી મુજબ 12 મીટરથી પહોળાઇ ધરાવતાં રોડ પર એક બાજુ પાર્કિંગ સ્પેસ આપવાની વિચારણા થઇ થઇ રહી છે. આ નવી પોલિસીમાં 10 ટકા સ્પેસ સિનિયર સિટિઝન અને દિવ્યાંગ રિઝર્વ રાખવાની પણ વિચારણા થઇ રહી છે. આ સાથે ટોઇંગ માટેના પણ નવા નિયમ બનાવાશે.ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ટકોર કરી હતી કે, ગુજરાતના મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી.