મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (16:12 IST)

એમએસ ધોનીને સીએસકેના પૂર્વ ખેલાડીએ કહ્યુ 'Big DOG', સોશિયલ મીડિયા પર ફેંસ ભડકી ઉઠ્યા

dhoni
ઈંડિયન પ્રીમિયર લીગ(IPL)ના 16માં સંસ્કરણની  શરૂઆત નિકટ છે અને આવામાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફૈંસ સતત આ લીગને લઈને ખૂબ જ એક્ટિવ છે. તેની સાથે જોડાયેલ કોઈપણ વીડિયો કે કોઈપણ સમાચાર આવે છે તો તે આગની જેમ ફેલાય જાય છે.  ખાસ કરીને એ સમાચાર આ લીગના સ્ટાર ક્રિકેટર્સ સાથે જોડાયેલી હોય તો તેનો જવાબ જ શુ.  આવુ જ કંઈક સોમવારે રાત્રે થયુ જ્યારે ન્યુઝીલેંડ અને ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ક્રિકેટર સ્કૉટ સ્ટાયરિસે એમએસ ધોનીનો એક વીડિયો ટ્વીટ કરતા તેના પર કૈપ્શન આપ્યુ. 

 
ઉલ્લેખનીય છે ચેપોક સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની પ્રેક્ટિસ મેચ માટે બેટિંગ કરવા જઈ રહ્યો છે અને સ્ટેડિયમમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આ વીડિયો CSK દ્વારા સોમવારે રાત્રે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્ટાયરિસ દ્વારા આ વીડિયોને રિટ્વીટ કરતી વખતે આપેલું કેપ્શન વિવાદાસ્પદ હતું. તેમણે અંગ્રેજીમાં લખ્યુ કે, Still The BIG DOG Around Town; મતલબ તેમનુ કહેવુ હતુ કે હજુ પણ માહિઈ આ લીગમાં હાજર છે અને તેમણે ધોનીને બિગ ડોગ કહીને સંબોધિત કર્યા જેનાથી લોકો ભડકી ઉઠ્યા.  
 
સોશિયલ મીડિયા પર મચી ગઈ બબાલ 
સ્કોટ સ્ટાઈરિસે આ પોસ્ટ કરતાની સાથે જ CSK અને ધોનીના ચાહકો ગુસ્સે થઈ ગયા. બધાએ કિવી ક્રિકેટરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જો કે, ઘણા લોકોએ સમજણ બતાવી અને પોસ્ટની ટિપ્પણીઓમાં બિગ ડોગ શબ્દનો અર્થ સમજાવ્યો. વાસ્તવમાં તે એક અંગ્રેજી વાક્ય છે અને હિન્દીમાં તેનો અર્થ સૌથી ખાસ, ખૂબ જ મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ વ્યક્તિ થાય છે.સ્ટાયરિસ આ અંગ્રેજી શબ્દ દ્વારા ધોનીનુ ઈમ્પોરટ્ંસ બતાવવા માંગતા હતા.  પરંતુ લોકોએ ભાવનાઓથી વિચાર્યું, મગજથી નહીં. પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે તેનો અર્થ સામે આવ્યા બાદ ભલે તેનો અર્થ ખોટો ન હોય પરંતુ તેમ છતાં સ્ટાયરિસે આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. આ બતાવે છે કે ધોનીના ચાહકો તેનું કેટલું સન્માન કરે છે અને તે કેટલા એક્ટિવ છે.

 
સ્કોટ સ્ટાયરિસની વાત કરીએ તો, તે ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરોમાંથી એક રહી ચુક્યા છે. આ ઉપરાંત તે IPLમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યા છે. સ્ટાઈરિસે 2008માં આઈપીએલની શરૂઆત કરી હતી અને તે છેલ્લે 2011માં લીગમાં રમતા જોવા મળ્યો હતો. તેમણે 12 IPL મેચોમાં 131 રન અને 8 વિકેટ ઝડપી છે. સાથે જ ન્યુઝીલેન્ડ માટે, સ્ટાયરિસે ત્રણેય ફોર્મેટમાં કુલ 6647 રન બનાવ્યા (29 ટેસ્ટ, 188 વનડે અને 31 ટી20) અને 175 વિકેટ પણ લીધી.