મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગોલ્ડ કોસ્ટ. , બુધવાર, 11 એપ્રિલ 2018 (11:30 IST)

CWG 2018 - ભારતની વધુ એક 'બેટી'એ વધાર્યુ દેશનુ માન, શૂટ્ર શ્રેયસી સિંહે જીત્યો ગોલ્ડ મેડલ

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ 21માં કૉમનવેલ્થ રમતમાં પ્રતિસ્પર્ધાઓના આઠમાં દિવસે બુધવારે એક વાર ફરી દેશની બેટીએ શૂટિંગમાં માન વધાર્યુ છે. મનુ ભાકર અને હીના સિદ્ધૂ પછી શૂટર શ્રેયસી સિંહે ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ નાખ્યો છે. શ્રેયસીએ મહિલાઓને ડબલ ટ્રૈપ શૂટિંગ ઈવેંટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી બાજુ ભારતનો આ 12મો ગોલ્ડ છે. શ્રેયસીએ વર્ષ 2014માં ગ્લોસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો. પણ આ વખતે લાજવાબ પ્રદર્શન કરી તે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી. શ્રેયસી શૂટ ઓફમાં ઓસ્ટ્રેલિયાની એમા કોક્સને એક અંકથી હરાવી. 
 
એમા ફોકસે બધા ચાર સ્તર પર 98 અંક મેળવ્યા હતા. બધા ચાર સ્તરોમાં કુલ 96 અંક મેળવવા સાથે તેમણે શૂટ ઓફમાં બે નિશાનમાંથી એક નિશાન ચુક ગઈ  અને આ કારણે તે બીજા સ્થાન પર રહી.  સ્કોટલેંડની લિંડા પ્યરસનએ 87 અંક સાથે કાંસ્ય પદક જીત્યો.