સુરતમાં હીરા બુર્સ ખાતે કન્ટ્રક્શનનો રોપ-વે તૂટી પડ્યો,એકનું મોત
સુરતમાં હીરા બુર્સ ખાતે કન્ટ્રક્શનનો રોપ-વે તૂટી પડ્યો છે. જેને લઇને છઠ્ઠા માળે કામ કરતા 3 મજૂર નીચે પડકાયા છે. એક મજૂરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મજૂરોને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયાછે. ત્યારે બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત શહેરના ખજોદ ખાતે હીરા બુર્સ બની રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાયા બાદ ભારતનું સૌથી મોટું હીરા બુર્સ સુરત ખાતે આકાર પામી રહ્યું છે. આ બુર્સ તૈયાર થયા બાદ સુરત શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો થશે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંતતત્ત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ડાયમંડ બુર્સ 2600 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે.