બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (11:36 IST)

Stock Market Holidays 2022: શેર બજાર આગામી 4 દિવસ રહેશે બંધ, આ અઠવાડિયે વેપારનો આજે અંતિમ દિવસ

Stock Markets Holiday 2022: શેરબજારમાં ટ્રેડિંગ માટે આજે છેલ્લો દિવસ છે. આ પછી બજાર આગામી 4 દિવસ સુધી સતત બંધ રહેશે , આવતીકાલે 14મી એપ્રિલ મહાવીર જયંતિ (Mahavir Jayanti) અને ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr.Baba Saheb Ambedkar) જયંતી છે.  જ્યારે 15 એપ્રિલ 2022ના રોજ ગુડ ફ્રાઈડે (Good Friday) છે. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange – BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(National Stock Exchange – NSE)બંધ રહેશે એટલે કે, આજે આ અઠવાડિયાના બિઝનેસનો છેલ્લો દિવસ છે.
 
 
જ્યારે કોમોડિટી માર્કેટમાં મલ્ટી કોમોડિટી ઈન્ડેક્સ ઓફ ઈન્ડિયા (Multi Commodity Index of India - MCX) 14 એપ્રિલે ટ્રેડિંગ સેશનનો પ્રથમ ભાગ રજા રહેશે. જ્યારે બીજા સત્રમાં કારોબાર થશે. પ્રથમ સત્ર સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલે છે. બીજું સત્ર સવારે 5 થી 11.55 સુધી ચાલે છે. MCX 15મી એપ્રિલે બંને સત્રો માટે બંધ રહેશે.  નેશનલ કમોડિટી એંડ ડેરોવેટોવ્સ એક્સચેંજ લિમિટેડ (National Commodity & Derivatives Exchange Limited – NCDEL)માં 14 એપ્રિલના પહેલા સત્રમાં વેપાર બંધ રહેશે. જ્યારે કે બીજા સત્રમાં વેપાર થશે. 
 
એપ્રિલમાં મહિનાની સૌથી લાંબી રજા
14 એપ્રિલ અને 15 એપ્રિલે શેરબજારમાં રજા છે. આ પછી 16 એપ્રિલે શનિવાર અને 17 એપ્રિલે રવિવાર આવે છે. શનિવાર અને રવિવારે શેરબજારમાં રજા હોય છે. આવી સ્થિતિમાં શેરબજારમાં 4 દિવસની રજા રહેશે. એપ્રિલ મહિનામાં આ સૌથી મોટી રજા માનવામાં આવે છે. તેથી, હવે શેરબજારમાં 18 એપ્રિલ એટલે કે સોમવારથી ટ્રેડિંગ શરૂ થશે.
 
સ્ટૉક માર્કેટમાં આ વર્ષે 13 દિવસની રજા 
શનિવાર અને રવિવાર છોડીને  BSE અને NSEમાં આ વર્ષે કુલ 13 દિવસની રજા છે. વર્ષ 2022 ની પ્રથમ રજા 26 જાન્યુઆરી 2022 ના રોજ હતી. આ પછી માર્ચ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી પર રજા જાહેર કરવામાં આવી હતી. હવે એપ્રિલ મહિનામાં 4 દિવસની રજા છે.